fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટની બે શાળાને ડીપીઈઓએ ૧૦ હજારનો દંડ કર્યો

કોરોના, મોંધવારી વચ્ચે રાજકોટમાં જ્યાં વિદ્યાથીઓના વાલીઓને ફી ભરવા માટે દબાણ કરવામાં આવતું હતું. આ મુદ્દે ડીપીઇઓ ડી.આર.સરવડાએ આકરા પગલાં લીધા છે. ફી મામલે ઉઘરાણી કરતી સરદાર અને નીલરાજ સ્કૂલને ડીપીઇઓ એ રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો અને બીજી વખત આવી શાળા આવી ભૂલ કરે તો રૂ.૨૫ હજારનો દંડ ફટકરાવાનું જણાવામાં આવ્યું હતું. કુવાડવાના સતાડાની શાળામાં ધો.૮ ના વિદ્યાર્થીની ફી બાકી હોવાથી ગણિતનું પેપર આપવા ન્હોતું દીધું. જેમાં વાલીનો આક્ષેપ હતો કે ફી નો ચેક સ્વીકારવાને બદલે રોકડા માંગ્યા. જાે કે શાળા સંચાલકનું નિવેદન છે કે, વાલી ચેક લઇને જ નહોતા આવ્યા. જાે કે સ્કૂલને ૧૦,૦૦૦નો દંડનો આદેશ કર્યો છે. જયારે મહિકાની નીલરાજ સ્કૂલ દ્વારા પણ ફી ન ભરી હોવાથી ૪ વિદ્યાર્થીને પરીક્ષા ન આપવા દેવાઈ હોવાનો ઓડિયો વાયરલ થયો હતો. જે કિસ્સામાં તપાસ બાદ શાળાને રૂ.૧૦,૦૦૦ નો દંડ કર્યો છે. બીજી વખત આવી ભૂલ કરે તો રૂ.૨૫,૦૦૦ અને ત્રીજી વખત શાળાની માન્યતા રદ સુધીના પગલા લેવાશે. રાજકોટમાં મહીકા ગામની નીલરાજ સ્કુલમાં ધો.૨થી ૧૦ના ૬ વિદ્યાર્થીઓના વાલીઓ ચેકથી ફી જમા કરવા ગયા હતા છતાં શાળા સંચાલકે રોકડથી ફીની માંગ કરી હતી. આ અંગેની એક ઓડિયો કલીપ પણ સામે આવી હતી. જેમાં ખુલ્લેઆમ ફીના વાંકે વિધાર્થીઓને ફાઈનલ પરીક્ષા નહીં આપવાનું જણાવવામાં આવે છે.

જેમાં ધોરણ ૧૦ની વિદ્યાર્થીની ડેરોત્રા ધારા, ધોરણ ૬નો વિદ્યાર્થી જાદવ રીધુ, ધોરણ ૩ની વિદ્યાર્થીની ડેરોત્રા વીધી,ધોરણ ૨નો વિદ્યાર્થી જાદવ નૈતિક,ધોરણ ૬નો વિદ્યાર્થી જાદવ પરસોતમ અને ધોરણ ૧૦ની વિદ્યાર્થીની જાદવ વૈશાલીને ફી અંગેનું દબાણ કરવામાં આવ્યું હોવાનો વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેરની નજીક આવેલા સાતડા ગામના રહેવાસી અનુભાઈ ચાવડા નામના વાલીએ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે આવેદન દેવા ગયા હતા અને આ રજૂઆતમાં કહ્યુ છે કે, તેમનો પુત્ર ધ્રુવ સાતડા ગામમાં આવેલી સરદાર સ્કૂલમાં ધો. ૮માં અભ્યાસ કરે છે. સ્કૂલની ફી બાકી હોવાથી ફી લઈ આવવા માટે કહ્યું હતું જેથી અનુભાઈએ ૧૬૦૦૦ રૂપિયાનો ચેક લખી આપ્યો હતો અને પુત્ર સાથે મોકલાવ્યો હતો. પુત્ર ૨૨ તારીખે ચેક લઈને પહોંચ્યો હતો અને ત્યારે ગણિતની પરીક્ષા હતી અને ચેક આપતા શાળાના સંચાલકોએ ચેક સ્વીકારવાની ના પાડી રોકડા લઈ આવવા કહ્યું હતું અને પરીક્ષા પણ આપવા દીધી ન હતી. જેનું પુત્રને લાગી આવતા તેણે ‘હું કૂવામાં પડી આપઘાત કરવા જાઉ છું’ આ ગંભીર આક્ષેપો સાથેની રજૂઆત થતા તંત્રમાં પણ દોડધામ મચી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/