fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગર ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપન જામનગર જીલ્લા મહિલા કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન થયું

જામનગર ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપન જામનગર જીલ્લા મહિલા કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન થયું. આ હાઈટેક યુગમાં વિસરાતી જતી પારંપરિક રમતોને પ્રોત્સાહન મળે અને મહિલાઓનુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મજબૂત બને એ ઉમદા હેતુ પણ આવી રમતો દ્વારા સિધ્ધ થાય છે. કુલ આઠ મહિલા ટીમોએ ભાગ લીધો હતો. લાલપુરની ટીમે શ્રેષ્ઠ દેખાવ કરી પ્રથમ સ્થાન મેળવ્યું. ભાગ લેનારા તમામને સર્ટિફિકેટ આપવામાં આવેલ.
———————————————–
જામનગર ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપન જામનગર જીલ્લા મહિલા કબડ્ડી ટુર્નામેન્ટ. નારીસશક્તિકરણની ભાવના વધુ પ્રબળ બને અને આજના ડીઝીટલ હાઈટેક યુગમાં લોકો જ્યારે કૉમ્પ્યુટર અને વિડિયો ગેમના પ્રવાહમાં તણાઈ રહ્યાં હોય ત્યારે આપણી પ્રાચીન પરંપરાગત ભારતીય રમતોને થોડુ પ્રોત્સાહન મળે અને માનસિક સંતુલન સાથે શારીરિક કૌશલ્ય વિકાસ પામે તેવાં ઉમદા આશય સાથે ઈન્ડિયન લાયોનેસ જામનગર દ્વારા ઈ. લા. ચીફ પેર્ટન શ્રી હિતેશભાઈ પંડ્યાના માર્ગદર્શન મુજબ ચેરમેન વીઝીટમાં ઓપન જીલ્લા જામનગર મહિલા કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન અહીં જામનગર સ્થિત આર્ય સમાજ રોડ પર આવેલ નેશનલ હાઈસ્કૂલ ખાતે ઈન્ડિયન લાયોનેસ અક્ષય ઠક્કર ના મુખ્ય અતિથિ સ્થાને અતિથિ વિશેષ ઈ. લા. શ્રીમતી આશાબેન, ઈ. લા. શ્રીમતી શોભનાબા ઝાલા, ઈ. લા. શ્રીમતી નિરૂપમાબેન વાગડીયા નિમંત્રક ઈન્ડિયન લાયોનેસ જામનગર કમિટી ઈ. લા. શ્રીમતી નિરૂપમાબેન વાગડીયા તથા ઈ. લા. બીનાબેન બદીયાણી દ્વારા આયોજિત ઓપન જામનગર જીલ્લા મહિલા કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ.
રવિવારે સવારે ૯ કલાકે આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ તકે શહેરની અનેક પ્રતિષ્ઠિત મહિલાઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
કબડ્ડી એ વિસરાતી જતી રમત છે. એટલે આવી રમતમાં મહિલાઓની અભિરુચિ કેળવાય એ હેતુ પણ સિધ્ધ થાય તો મહિલાઓનું શારીરિક સ્વાસ્થ્ય વધુ તંદુરસ્ત બને.
આ ટુર્નામેન્ટમાં સોનિયાબેન પાંધીએ પણ ખૂબ સુંદર દેખાવ કર્યો હતો.
આ ટુર્નામેન્ટમાં જામનગર શહેરનાં પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારી, પૂર્વ મેયર હસુભાઈ જેઠવા, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, ડો. અવિનાશભાઈ ભરત, ડો. કલ્પનાબેન ખંધેડીયા,  હર્ષિદાબેન પંડ્યા, ભાજપ આઈ ટી સેલના ભાર્ગવભાઈ ઠાકરે ઉપસ્થિત રહી તમામ ખેલાડીઓને બિરદાવ્યાં હતાં, કુલ આઠ ટીમોમો લાલપુરની મહિલા ટીમે ખૂબ જોરદાર દેખાવ કરતાં ટીમને વિજયી ઘોષિત કરવામાં આવેલ. ખાસ નોંધનીય બાબત એ હતી કે ૪૫+ મહિલાઓ પણ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરી શકે છે. સિનિયર સિટીઝન મહિલાઓ પણ આ રમતગમતમાં  સામેલ હતી. આમ નારીસશક્તિકરણ અને મહિલાઓનો આત્મવિશ્વાસ દ્રઢ કરવાનો આ સુવર્ણ અવસર પણ જણાયો. આવી જ રીતે શહેર શહેર નગર નગર આવી મહિલા સશક્તિતકરણની ઝૂંબેશ ચાલે તો આ દેશમાં સુજલામ સુફલામ થઈ શકે એ પણ નિર્વિવાદ તથ્ય છે…

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/