fbpx
સૌરાષ્ટ - કચ્છ

સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ લીલીયા દ્વારા ” ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા વિષય પર ઓનલાઇન વેબીનારનું આયોજન કરવામાં આવ્યું

સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ લીલીયા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ક ૨ વામાં આવી રહી છે જે અનુસંધાને દેશને આઝાદી અપાવવામાં જેની મહત્વની ભૂમિકા રહી છે તેવા શહીદો , ક્રાંતિવીરો , અને સ્વતંત્ર સેનાનીઓના જીવન અને તેઓના દેશભક્તિ ના વિચારોથી લોકો જાગૃત થાય અને પ્રેરણા મેળવે તેવા ઉમદા હેતુથી એક વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું છે . જે અંતર્ગત તા . 8 મે 2022 ના રોજ ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા ના જીવન વિશે એક ઓનલાઇન વેબીનાર નું આયોજન કરવામાં આવેલ હતું.કોલેજના આચાર્યશ્રી ડૉ.રાજેન્દ્રસિંહ એ.રાઠોડ સાહેબે શાબ્દિક સ્વાગત દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો.ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ.મેઘરાજાસિંહ જાડેજા ( આસી.પ્રોફેસર , સમાજશાસ્ત્ર ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ અને કોમર્સ કોલેજ ગઢડા ) સાહેબે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માના જીવન વિશે તથા દેશને આઝાદી અપાવવામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન વિશે ઊંડાણપૂર્વકની માહિતી આપેલ હતી . કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન ડૉ . મહેશ એસ . ગઢિયા ( આસી . પ્રોફેસર અને હેડ સમાજશાસ્ત્ર વિભાગ ) ના નેતૃત્વમાં કરવામાં આવેલ હતું.કાર્યક્રમને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઓનલાઇન નિહાળ્યો હતો . કાર્યક્રમને સફળ બનાવવા ડૉ.કેતનભાઈ કાનપરિયા ( આસી.પ્રોફેસર અને હેડ ગુજરાતી વિભાગ ) અને સમગ્ર લીલીયા કોલેજ સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.આમ કાર્યક્રમ ખુબજ સરસ અને સુંદર રીતે સફળ થયો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/