fbpx
સૌરાષ્ટ - કચ્છ

ટંકારામાં ૧.૪૧ લાખની રોકડ ભરેલ થેલો ઝૂંટવી લેનાર બે ઈસમો ઝડપાયા

ટંકારામાં ૧.૪૧ લાખની રોકડ ભરેલ થેલો ઝૂંટવી લેનાર બે ઈસમો ઝડપાયા

ગણતરીની કલાકોમાં પોલીસે બંને આરોપીને ઝડપી લીધા

        ટંકારા પંથકમાં ગઈકાલે ધોળે દિવસે ૧.૪૧ લાખની રોકડ ભરેલો થેલો ઝૂંટવી લઈને બાઈકમાં આવેલ બે ઈસમો ફરાર થયા હતા જે બંને આરોપીને ઝડપી લઈને પોલીસે રોકડ ભરેલ થેલો અને ગુનામાં વપરાયેલ બાઈક રીકવર કરવામાં આવ્યું છે

        માળિયાના બોડકી ગામના રહેવાસી હાલ વિધુતનગર મોરબી ૨ માં રહેતા સંદીપભાઈ હરિભાઈ ડાભીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે બે અજાણ્યા ઇસમોએ ઘુનડા ગામની સીમમાં અદેપર જવાના રસ્તા પાસે બાઈકમાં આવીને સંદીપભાઈના પીઠ પાછળ ટીંગાડી રાખેલ થેલો જેમાં રૂ ૧.૪૧ લાખ રોકડ ભરેલી હોય તે ઝૂંટવી બંને ઈસમો બાઈકમાં ફરાર થયા હતા  જે બનાવ મામલે ટંકારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એસઓજી ટીમને સોપવામાં આવી હોય ત્યારે એસઓજી ટીમે તપાસ ચાલવી હતી અને બાતમીને આધારે આરોપી દિવ્યેશ ભગવાનજીભાઈ હણ રહે નવાગામ તા. મોરબી અને સંજય નાથાભાઈ પડસારીયા રહે નવાગામ તા. મોરબી એમ બે આરોપીને ઝડપી લીધા હતા અને આરોપી પાસેથી ચોરીમાં ગયેલ રોકડ રૂ ૧.૪૧ લાખ અને બનાવમાં વપરાયેલ મોટરસાયકલ કીમત રૂ ૩૦,૦૦૦ સહિતનો મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે અને આરોપીઓ ટંકારા પોલીસને સોપી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જે કામગીરીમાં એસઓજી પીઆઈ જે એમ આલ, સબળસિંહ સોલંકી, શેખાભાઈ મોરી, મુકેશભાઈ જોગરાજિયા, મહાવીરસિંહ પરમાર, સતીષભાઈ ગરચર, ભાવેશભાઈ મિયાત્રા અને અશ્વિનભાઈ લોખીલ સહિતની ટીમ જોડાયેલ હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/