fbpx
સૌરાષ્ટ - કચ્છ

ઊના-ભાવનગર હાઈવે પાસે તંત્રની બેદરકારીના લીધે વીજપોલ ધરાશાયી

ઊના-ભાવનગર હાઇવે રોડ પર આવેલ ગરાળ ગામના પાટીયા પાસે રસ્તાની સાઇડમાં પીજીવીસીએલનો સીમેન્ટ વિજપોલ ઉભો તેમાં ચાલુ વિજપાવર વાયરો ફીટ કરાયેલ હોય તે પોલ અચાનક કોઇ કારણોસર ધડાકાભેર ધરાશાયી થતાં નીચેના ભાગેથી પોલ ભાંગી ગયેલ હતો. જાેકે રાત્રીના કોઇ વાહન રસ્તા પરથી પસાર થયેલ ન હોય તે દરમ્યાન વિજપોલ ધરાશાઇ થયેલ જેના કારણે સદનસીબે કોઇને જાનહાની થઇ ન હોવાનું જાણવા મળેલ. આ પોલની ઘટના દિવસ દરમ્યાન બની હોત તો મોટી દુર્ઘટના સર્જાય હોત કેમ કે દિવસે હાઇવે રસ્તા પરથી વાહનોની સતત અવર જવર થતી હોય તેમજ આ પોલ નજીક લારી દુકાન આવેલી છે. આમ ગંભીર ઘટનાથી પીજીવીસીએલ સામે અનેક સવાલો પ્રશ્નો ઉઠેલ.

વિજપોલ હલકી ગુણવતાનો ફીટ કરવામાં આવ્યો હોવાનું અનુમાન સાથે પીજીવીસીએલની બેદરકારી સામે લોકોમાં અનેક સવાલો ઉઠવા પામેલ છે. જાેકે હાઇવે રસ્તાની સાઇડમાં ધરાશાઇ થયેલ પોલને દૂર કરવામાં આવ્યો નથી કે પછી નવો વિજપોલ ઉભો કરવાની હજુ સુધી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી. ઊના પંથકના અંજાર ગામે વીજ ચેકીંગ દરમિયાન ૨ વીજ કનેકશનમાં ગેરરિતી ઝડપાતા દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ઊના પંથકમાં પીજીવીસીએલ દ્વારા વીજ દરોડો શરૂ કરાયા છે. ત્યારે જ અંજાર ગામે સુરેન્દ્રનગરની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાતા અરવિંદભાઈ વરસીંગભાઈ ડોડીયા અને ભગવાનભાઈ ભાણાભાઈ ડોડીયાના વીજ કનેકશનમાં ગેરરીતી બહાર આવતા આશરે ૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.ઊનાનાં ગરાળ ગામના પાટીયા પાસે વીજપોલ ધરાશાયી થઈ ગયો હતો. જાે કે, સદનસીબે જાનહાની ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ પીજીવીસીએલની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/