fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગીર બાદ સૌરાષ્ટ્રના સાવજોનો આ વિસ્તારની અંદર વસવાટ કરાવવામાં આવશે, થઈ રહ્યું છે જંગલ તૈયાર

એશિયા અને ગુજરાતનું ગૌરવ એવા સિંહો અત્યારે ગીરમાં રહે છે. ગીરમાં સિંહોને આ વાતાવરણ માફક આવી ગયું છે. જેથી સત્તાવાર રીતે સિંહની વસતીમાં પણ વધારોે થી 
રહ્યો છે. આ ઉપરાંત સિંહોના રેલ્વેના પાટા પર આવી જવાથી તેમજ કુવામાં પડી જવાથી અગાઉ મોત થયા છે. આ ઉપરાંત ગીર અત્યારે સિંહોનું ઘર છે ત્યારે અગાઉ 
મધ્યપ્રદેશમાં ગીરના સિંહોની લઈ જવાની વાત હતી ત્યારે આ વાતનો ઉગ્ર વિરોધ થયો હતો ત્યારે ગીરના સિંહોનું નવું વસવાટનું સ્થાન પોરબંદર જિલ્લામાં બની રહ્યુ છે. જ્યાં 
ઘટાદાર વૃક્ષોથી જંગલ જેવો વિસ્તાર બનાવવામાં આવી રહ્યો છે. ગીરથી 100થી 150 કિમી જેટલા દૂર બરડોમાં સિંહોનું વસવાટનું સ્થાન બની રહ્યું છે. જ્યાં 15 વર્ષથી સતત 
ચિતલ, સાબર ઉપરાંત ઘટાટોપ વૃક્ષો ઉછેરવામાં આવી રહ્યા છે. સિંહોને માફક આવે તે માટે રહેવા લાયક આ સ્થળ બનાવવામાં આવી રહ્યું છે. 
પોરબંદ નજીક અને દેવભૂમી દ્વારકા વિસ્તારમાં ફેલાયેલો પ્રસિદ્ધ બરડો ડુંગર એશિયાના સિંહોનું સત્તાવાર નિવાસસ્થાન બનશે. આ વિસ્તાર અત્યારે 192 ચો.કિ.માં ફેલાયેલો 
છે. ત્યારે સિંહોનો ખોરાક એવા ચિતલ, સાબરને પણ અહીં વસવાટ કરાવવામાં આવી રહ્યા છે. 15 વર્ષથી આ પ્રાણીઓને વસવાટ કરાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અહીં 
ઘટાદાર વૃક્ષો, પોઈન્ટ વગેરે બનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ પ્રાથમિક કક્ષાની સિંહોને અપાતી તમામ સુવિધાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 
જેથી વનના રાજા માટે નવું વસવાટ કેન્દ્ર બનશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/