fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ફરી સુધા ધામેલીયા ડ્રગ્સ સાથે ઝડપાઈ

થોડા સમય પહેલા પૂર્વ ક્રિકેટરની માતાએ સુધા ધામેલીયાનું નામ મુખ્ય ડ્રગ્સ પેડલર તરીકે આપ્યું હતું. આ સાથે સુધા ધામેલીયા વિરૂદ્ધ અગાઉ પ્રદ્યુમનનગર પોલીસમાં રાયોટિંગ, યુનિવર્સિટીમાં જુગારનો અને બી-ડિવીઝનમાં એનડીપીએસનો કેસ નોંધાયો હતો. જ્યારે ઇમરાન ઉર્ફે ગઢવી વિરૂદ્ધ એ-ડિવીઝન, રેલવે, ડીસીબીમાં દારૂના અને બી-ડિવીઝનમાં અપહરણ-હત્યાનો કેસ મળી કુલ છ ગુના નોંધાઇ ચૂક્યા છે.રાજકોટ શહેરમાં ડ્રગ તેમજ નશીલા પદાર્થનું વેચાણ અટકાવવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટની મુલાકાત દરમિયાન અધિકારીઓને સૂચના આપી હતી. જે બાદ પોલીસ અલગ અલગ દિશામાં કાર્યવાહી કરી હતી અને ગાંજા તેમજ મેફેડ્રોન ડ્રગ સાથે આરોપીની ધરપકડ કરી હતી. આજ રોજ પોલીસે ચોક્કસ બાતમીના આધારે રામધામ સોસાયટી મેઈન રોડ પર હર્ષિલ ટાઉનશીપ પાસેથી સુધા ધામેલીયા અને તેના સાગરીત અનિરૂધ્ધસિંહ વાઘેલાની મેફેડ્રોન ડ્રગ સાથે ધરપકડ કરી હતી. પોલીસે સુધા અને તેના સાગરીત પાસેથી પાસેથી ૧ લાખ ૭ હજાર ૫૦૦ કિંમતના ૧૦.૭૫ ગ્રામ એમડી ડ્રગ સહીત બે મોબાઈલ ફોન મળી કુલ ૧,૨૨,૬૫૦નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સુધા ધામેલીયા રાજકોટની નામચીન મહિલા ડ્રગ પેડલર છે. અગાઉ તે એક વખત પાસા હેઠળ પણ જેલવાસ ભોગવી ચુકી છે તદુપરાંત રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તેમજ એનડીપીએસના કેસમાં પણ પોલીસના હાથે ઝડપાઇ ચુકી છે. થોડા સમય અગાઉ સુધા એ રાજકોટના એક યુવાનને ડ્રગ વેચવા દબાણ કર્યું હતું અને ‘વેચાણ નહિ કર તો મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી જેથી યુવાને આત્મહત્યા કરી લેતા યુનિવર્સીટી પોલીસે યુવાનને મરવા મજબુર કરવા ગુનામાં પણ સુધા ધામેલીયા સામે આઇપીસી કલમ ૩૦૬ વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.રાજકોટની કુખ્યાત મહિલા ડ્રગ પેડલર સુધા ધામેલીયા ફરી પોલીસના હાથે મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપાઇ છે. રાજકોટ એસઓજી પોલીસે મહિલા ડ્રગ પેડલર સુધા અને તેના સાગરીત અનિરૂધ્ધસિંહ વાઘેલાને ૧૦.૭૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુધા અગાઉ અનેક વખત ગ્સ, દારૂ, જુગાર, રાયોટિંગ, મારામારી,તેમજ એનડીપીએસ ના ગુનામાં પોલીસના હાથે પકડાઇ ચુકી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/