fbpx
સૌરાષ્ટ - કચ્છ

અંજારની પોલીસે ૪૦ લાખના દારૂ-બીયરનું કટિંગ કર્યાં પહેલા જ માલ પકડાઈ ગયો

એક સમયે અંજાર પોલીસ દ્વારા દારૂ કટિંગ થાય તે પહેલા સતત દરોડાઓ પાડી પૂર્વ કચ્છના મોટા ગજાના બુટલેગરો મનાતા શખ્સોને જેલ હવાલે કરી દીધા હતા. જેના કારણે છેલ્લા એકાદ વર્ષથી પૂર્વ કચ્છમાં જાણે શરાબનું કટિંગ થવાનું બંધ જ થઇ ગયું હતું. તેવામાં હવે જાણે બધું શાંત થઇ ગયું છે તેવું માની ફરી કુખ્યાત બુટલેગર સક્રિય બન્યો હતો અને ફરી શરાબ અને બીયરના મોટા જથ્થાનું કટિંગ કરવા જતા પોલીસને ભનક લાગી ગઈ હતી. અંજાર તેમજ ગાંધીધામ એ ડિવીઝન દ્વારા સંયુક્ત કામગીરી કરી કટિંગ થઇ રહેલા સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી રૂ. ૪૦ લાખના શરાબ-બીયરના જથ્થા ઉપરાંત વાહનો અને એક શખ્સ સાથે કુલ રૂ. ૯૦.૮૯નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. બનાવ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, અંજાર તાલુકાના વરસામેડીની ગામની સીમમાં આવેલી ગાયત્રી સોસાયટીની પાછળના ભાગે પૂર્વ કચ્છના જાણીતા બુટલેગર મનુભા વિઠુભા વાઘેલાનો ગેરકાયદેસરનો શરાબ-બીયરનો જથ્થો કટીંગ થઇ રહ્યો હોવાની બાતમી મળતા અંજાર પોલીસ અને ગાંધીધામ એ ડિવીઝન દ્વારા સંયુક્ત રીતે ઘટના સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો.

જે દરોડામાં જુદી જુદી બ્રાન્ડની રૂ. ૩૬,૭૧,૭૦૦ના કિમતની દારૂની ૯૦૬૦ બોટલ અને રૂ. ૪,૦૮,૦૦૦ની કિમતના બીયરના ૪૦૮૦ ટીન મળી કુલ રૂ. ૪૦,૭૯,૭૦૦નો ગેરકાયદેસરનો શરાબ-બીયરનો જથ્થો મળી આવ્યો હતો. જે દરમિયાન દરોડાના સ્થળ પરથી કટીંગ માટે ઉપયોગમાં લેવાયેલ ૨૫ લાખની ટ્રક નંબર જી.જે. ૮ ડબલ્યુ ૪૦૩૪ અને ૨૦ લાખની ટ્રક જી.જે. ૧૨ વાય ૭૭૭૯ અને ૫ લાખની બોલેરો જીપ નંબર જી.જે. ૧૨ બીટી ૮૨૮૦ તેમજ ૧૦ હજારના બે મોબાઇલ સહિત કુલ રૂપિયા ૯૦,૮૯,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન મૂળ બિહારનો અને હાલે જવાહરનગરમાં રહેતો આરોપી નવલદાન રિસીદાન દાસ હાજર મળી આવ્યો હતો. જયારે કુખ્યાત બુટલેગર મનુભા વિઠુભા વાઘેલા, તેનો માણસ સુજીત તિવારી, બંને ટ્રક તથા બોલેરોનો ચાલક અને દારૂનો જથ્થો મોકલનાર હાજર ન મળી આવતા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસે કરેલી ધાક બેસાડતી કામગીરીના પગલે નાના-મોટા બૂટલેગરોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. શરાબ અને બીયરનો ગેરકાયદેસરનો જથ્થો પકડાઈ ન જાય તે માટે બુટલેગર દ્વારા નવો જ પેતરો અજમાવામાં આવ્યો હતો અને ખાતરની બોરીઓ નીચે શરાબનો જથ્થો છુપાવી કટિંગ કરવાની યોજના બનાવી હતી પરંતુ ટ્રકમાં માલ કટીંગ થાય તે પહેલા પોલીસે દરોડો પાડી દેતા બુટલેગરની યોજના પર પાણી ફરી વળ્યું હતું અને પોલીસે શરાબ-બીયર, વાહનો, મોબાઈલ ઉપરાંત ખાતરની બોરીઓ પણ ઝડપી લીધી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/