fbpx
સૌરાષ્ટ - કચ્છ

 રાજકોટ ખાતે ૫૦ અંગદાતા પરીવારોની રીઅલ લાઈફ તર્પણ કથા.નું વિમોચન

રાજકોટ  અંગદાતા બાળક વેદ ભાવેશભાઈ ઝીંઝુવાડીયાનાં જન્મદિન નિમીતે ૫૦ અંગદાતા પરીવારોની રીઅલ લાઈફ અંગ અર્પણ કથા જે પુસ્તક સ્વરૂપે પ્રગટ કરવામાં આવી છે. અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપદાદા દેશમુખની પ્રેરણાથી ડો. ચિંતન ચૌધરી લીખીત ‘અંગ અર્પણ એજ સાચું તર્પણ’ બુક રાજકોટ ખાતે અર્પણ થઈ. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં અત્યાર સુધીમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને અનેક કાર્યકર્તાઓ, સંસ્થાઓ, ખાસ કરીને અંગદાતા પરીવાર, સમાજ અને સરકાર વિગેરેના સામુહીક કર્તવ્ય પાલનથી ૯૮ અંગદાન થઈ ગયા છે અને આ અંગદાન થકી સેંકડો લોકોને નવજીવન મળ્યું છે. ગુજરાત રાજયમાં અંગદાનનું પ્રમાણ વધે તે માટે દાદા શ્રી દિલીપભાઈ દેશમુખે ભેખ લીધો છે. અંગદાનના એક પરિવારજનના નિર્ણયને કારણે તેમનું પોતાનું લિવર પ્રત્યારોપણ શકય બન્યું હતું. નવી જીંદગી મળતા જ તેમણે અંગદાન માટે કાર્ય કરવાનું નકકી કર્યું હતું અને તેના ભાગરૂપે ૫૦ અંગદાન કરનાર પરીવારજનોને મળીને તેમણે આ પુસ્તીકા તૈયાર કરી છે. ગુજરાતી ભાષામાં આ પ્રકારનું સાહિત્ય નથી. આ પુસ્તિકાનાં તમામ પ્રસંગો સત્ય છે. અંગદાન દ્વારા અન્ય વ્યકિતનું જીવન બચાવી શકાય તેવી ભાવના સાથે સમર્પિત પરીવારજનોએ અત્યંત વિકટ પરિસ્થિતિમાં લીધેલા નિર્ણયોનું તાદ્દશ વર્ણન કર્યું છે. આપવાની ભાવના સાથે લીધેલા નિર્ણયો જ સમાજની સુવાસ છે અને દરેક દાતાનાં જીવનને અંજલી અર્પણ કરવાનો પ્રયાસ કર્યો છે.આ બુક અર્પણ પ્રસંગે ડો. દિવ્યેશ વિરોજા, મિતલ ખેતાણી, નિતીનભાઈ ઘાટલીયા, ભાવેશભાઈ ઝીંઝુવાડીયા, વિભુતિબેન ઝીંઝુવાડીયા, શ્રીમતી ભાવનાબેન મંડલી, ડો. સંકલ્પ વણઝારા, ડો. તેજસ કરમટા, હર્ષિતભાઈ કાવર, વિક્રમભાઈ જૈન વિગેરે ઉપસ્થિત રહયાં હતાં.અંગદાન અંગેની વિશેષ માહિતી માટે ૯૧૦૬૩૭૯૮૪૨ ૯૮૨૪૨૨૧૯૯૯ નો સંપર્ક કરવા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/