fbpx
સૌરાષ્ટ - કચ્છ

માંગરોળના શાપુરમાં ‘ભાજપના કાર્યકરો અને આગેવાનોએ પ્રવેશવું નહી’ તેવા બેનરો લાગ્યાં,

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શાપુર ગામમાં ભાજપ વિરોધી બેનરો લાગ્યાં હતા. ગીર, બરડા અને આલેચના માલધારીઓના અનુસૂચિત જનજાતિના પ્રશ્ન અને અન્ય માંગણીઓ બાબતે કોઈ નિરાકરણ નહી આવતા શાપુર ગામના આગેવાનો, ભુવા આતા અને યુવાનોએ ગામના મુખ્ય ગેટ ઉપર અને વિવિધ માલધારી વસાહતમાં ભાજપ વિરોધી બેનરો લગાવી વિરોધ કર્યો હતો. ‘ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ અમારા વિસ્તારમાં મત માગવા પ્રવેશવું નહી’ એવા બેનરો મારીને ભાજપનો વિરોધ કર્યો હતો. આ અગાઉ પાણીધ્રા મુકામે થયેલા મહાસંમેલન બાદ પણ સરકારની આંખ નહી ઉઘડતા ચોરવાડના ભુવા આતાની આગેવાની હેઠળ માલધારી સમાજે સરકાર સામે બાંયો ચડાવી છે.

શાપુર ગામના માલધારી સમાજના આગેવાનોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, અમોને અમારા ભુવા આતા જીતુ આતા આદેશ કરશે તે પક્ષમાં ૧૦૦ ટકા મતદાન કરીશું. માલધારી સમાજના આગેવાનો ,યુવાઓમાં ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ જાેવા મળી રહ્યો છે. ચૂંટણી પહેલા જ માલધારી સમાજના પડતર પ્રશ્નોનું નિરાકરણ ના આવતા માલધારી સમાજ ભાજપ પાર્ટીનો ઉગ્ર વિરોધ કરી રહ્યો છે. ત્યારે રબારી, ભરવાડ, ચારણ સહિતના માલધારી સમાજ દ્વારા ભાજપના આગેવાનો તેમજ કાર્યકરોએ ગામમાં પ્રવેશવું નહી તેવા બેનરો લગાવ્યાં હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/