fbpx
સૌરાષ્ટ - કચ્છ

વેરાવળના પોશ વિસ્તારના ભંગરાના ડેલામાં આગ લાગી, ફાયર વિભાગની ટીમે કાબુ મેળવ્યો

વેરાવળના પોશ વિસ્તારના રહેણાંક મકાનોની વચ્ચે આવેલા ભંગરાના ડેલામાં રાત્રીના અચાનક આગ લાગી હતી. ઘડીભરમાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતાં એક તબક્કે રહીશોના જીવ ઉંચકાઈ જવાની સાથે અફરા-તફરી મચી ગઈ હતી. આ આગની ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની ટીમ પાણીના બંબા સાથે દોડી આવી એકાદ કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની ન થતાં તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભંગારના ડેલામાં આગ શોર્ટ-સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યુ હતું. જાે કે, તપાસ બાદ સાચું કારણ સામે આવશે. રાત્રીના વેરાવળના પોશ વિસ્તાર એવા શિક્ષક કોલોનીમાં જૈન દેરાસર નજીક રહેણાંક મકાનોની વચ્ચે આવેલા ભંગારના ડેલામાં રાત્રીના અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી.

આ આગે ઘડીભરમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જેના પગલે ભંગારના ડેલાની આસપાસ રહેલા લોકોના જીવ ગભરાઈ જવાની સાથે અફરા-તફરીનો માહોલ પ્રવર્તી ગયો હતો. જાે કે, આ આગની ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પાલીકાની ફાયર વિભાગની ટીમ પાણીના બંબા સાથે તથા જીઈબી અને પોલીસની ટીમો પણ દોડી આવી હતી. ભંગારના ડેલાની આસપાસ મોટો રહેણાંક વિસ્તાર હોવાથી આગ લાગ્યા બાદ લોકો દોડીને ઘરોની બહાર નીકળી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પાલીકાના ઉપપ્રમુખ કપીલ મહેતા, ચેરમેન બાદલ હુંબલ સહિતના જવાબદારો પણ સ્થળ પર દોડી આવ્યા હતાં.

લાગેલ ભીષણ આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરાવી હતી. ફાયર વિભાગની ટીમે એકાદ કલાક સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી હતી. આ આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગની ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચી ગયેલી જીઈબીની ટીમે પણ લાઈટ બંધ કરવાની સમયસર કામગીરી કરતાં આગ આગળ પ્રસરતાં અટકી હતી. જયારે પોલીસની ટીમે અફરા-તફરીની પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/