fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ભાજપનું નવું કમલમ કાર્યાલય ઉદઘાટન કરવામાં આવશે

રાજકોટમાં ભાજપનું નવું કાર્યાલય કમલમ તૈયાર થતા આવતીકાલે ધનતેરસે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. પ્રદેશના હોદ્દેદારો અને શહેરના આગેવાનો, પદાધિકારીઓની હાજરીમાં ભાજપનો નવો ગૃહપ્રવેશ થશે. દાયકાઓ જૂના કરણપરા કાર્યાલયમાંથી પક્ષનું ૧૫૦ ફૂટ રીંગ રોડ પર સ્થળાંતર થઇ રહ્યું છે ત્યારે જૂનું કાર્યાલય પણ સ્થાનિક કક્ષાએ ચાલુ રહેશે. વિશાળ ઓડિટોરીયમ અને વીડિયો હોલ સાથેનું આ સૌરાષ્ટ્રનું પ્રથમ કાર્યાલય છે. જેમાં વિવિધ મોરચાથી માંડી પ્રદેશ પ્રમુખ સુધીની ચેમ્બર બનાવવામાં આવી છે.

૨૨૫૦ વારમાં કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કમલમનું ભૂમિપૂજન બે વર્ષ પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કર્યું હતું. આવતીકાલે ધનતેરસના પાવન પર્વે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેર ખાતે ભાજપના અત્યાધુનિક નવનિર્મિત કાર્યાલયનું શિતલ પાર્ક બસ સ્ટોપ પાસે સી.આર.પાટીલના હસ્તે અને સૌરાષ્ટ્ર ઝોનના ભાજપના પ્રભારી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને શહેરના સાંસદો, ધારાસભ્યો સહિતના ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરવામાં આવશે. આ અંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, શહેર ભાજપના દેશનું સૌથી મોટું અને નમૂનારૂપ શહેર અને ઝોન કાર્યાલયનું સાંજે ઉદઘાટન થવા જઈ રહ્યું છે. ત્યારે આ અત્યાધુનિક નવનિર્મિત કાર્યાલય ૨૨૦૦ વાર કરતા વધુ વિશાળ જગ્યા પર ફેલાયેલુ છે. અદ્યતન બાંધકામ અને સંપૂર્ણ સુવિધાસભર સાથે કાર્યાલય બનાવવામાં આવ્યું છે. વર્ષો પહેલા એક નાની ઓરડીથી શરૂ થયેલ ભાજપ કાર્યાલય આજે એક વિશાળ જગ્યા પર અદ્યતન રીતે આકાર લઈ રહ્યું છે તેનું આજે ગૌરવ છે.

નવા કાર્યાલયના બાંધકામ નિર્માણની પૂરી જવાબદારી ઉપાડનાર અને રોજ એકવાર વિઝીટ લઈને ખડેપગે કામ કરનાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ જ એક રીતે બિલ્ડીંગના આર્કિટેક્ટ છે. તેઓએ જણાવ્યું હતું કે, ૨૨૫૦ વાર જગ્યામાં ૪૦ હજાર ચોરસ ફૂટનું બાંધકામ ત્રણ માળમાં કરવામાં આવ્યું છે. ૫૧૪ બેઠકના ઓડિટોરીયમમાં ૧૬૯ની સ્ક્રીનનો વીડિયો હોલ, ઝુમ મિટિંગની સુવિધા પણ છે. સેલરમાં પાર્કિંગ બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર મિટિંગ હોલ રૂમ અને અદ્યતન ડાઈનિંગ હોલ છે. પ્રથમ માળે શહેર ભાજપ, કાર્યાલય મંત્રી, વિવિધ મોરચાની ચેમ્બર છે. આઈટી, સોશિયલ મીડિયા વોર રૂમ, સર્વર રૂમ, કોમ્પ્યુટર વિભાગ, પ્રેસ કોન્ફરન્સ અને પેન્ટ્રી છે. બીજા માળે પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રીની ચેમ્બર, પ્રદેશના વિવિધ મોરચાની ચેમ્બર, કોન્ફરન્સ રૂમ, વીઆઈપી બેઠક રૂમ, પેન્ટ્રી અને ત્રીજા માળે ૫૧૪ બેઠકનું આધુનિક ઓડિટોરીયમ છે.

વિધાનસભાની આગામી ચૂંટણીનું કેન્દ્ર હવે નવું કાર્યાલય બનશે. આ કાર્યાલય પહોંચવા માટે સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, જુનાગઢ, પોરબંદર જિલ્લાના આગેવાનોને પણ હાઈવેથી સીધા ૧૫૦ ફૂટ રોડ પહોંચવામાં સરળતા બનશે. એકંદરે સૌરાષ્ટ્રનું પણ આ મધ્યવર્તી કાર્યાલય બની રહેવાનું છે. ભાજપના નવનિર્મિત કાર્યાલયમાં નવા બાંધકામ સાથે પર્યાવરણની જાળવણી સહિતના ગ્રીન કન્સેપ્ટ પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યાનું જણાવ્યું હતું. આ વિશાળ જગ્યામાં વરસાદી પાણી સહિતના પાણીનું રિચાર્જ થાય તેવી પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. વીજળીની બચત અને પરંપરાગત ઊર્જાના ઉપયોગ માટે સોલાર સિસ્ટમ પણ બેસાડવામાં આવશે. કુદરતી હવા-ઉજાસ માટે પણ પૂરતી વ્યવસ્થા અને પ્લાન રાખવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/