fbpx
સૌરાષ્ટ - કચ્છ

માણાવદરમાં જવાહર ચાવડાને ભાજપે રિપિટ કર્યા, સ્નેહીજનો અને કાર્યકર્તાઓએ પાઠવી શુભેચ્છા

ભાજપ પ્રદેશ મંડળ દ્વારા માણાવદર ભાજપ વિધાનસભાના ઉમેદવાર તરીકે જવાહર ચાવડાના નામ પર મહોર લાગતા તેમના સ્નેહીજનો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં તેમના નિવાસ્થાને શુભેચ્છા પાઠવવા પહોંચી ગયા હતા. ૮૫-માણાવદર વિધાનસભાની સીટ પર ભાજપે નામ જાહેર કરતા જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે, મારાથી માણાવદરની સીટ આસાનીથી જીતી શકાય કારણ કે, છેલ્લાં ૩૨ વર્ષથી બધા સમાજના સાથે આત્મીયતાનો વ્યવહાર હોવાથી તેમજ કૌટુંબિક વ્યવહાર પણ ઘણા મજબૂત છે. માણાવદર ગ્રામ્ય વિસ્તારોમાં પ્રશ્નોની જાે વાત કરવામાં આવે તો વરસાદ સમયે નદીઓમાં જે પૂર આવતા હોય છે જેના કારણે ખેડૂતોને નુકસાન થતું હોય છે. ખેડૂતોને નુકસાન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની, ગામથી ગામ જાેડવાના રસ્તાઓના કામોમાં આધુનિકરણ કરી નવા રસ્તાઓ બનાવવાના ને કામો પણ ઝડપી કરવાના, તેમજ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની પોતાની ગણતરી છે.

તેવું ચાવડાએ જણાવ્યું હતું. માણાવદર મત વિસ્તારમાં જવાહર ચાવડા ધારાસભ્ય તરીકે લોકોની વચ્ચે રહ્યાં છે. જવાહર ચાવડા સૌથી નાની વયે એટલે કે, ૨૫ વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા. જવાહર ચાવડા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યાં અને રાજકીય રમતોમાં ફેરફાર થતા સમયના પરિવર્તન પછી બીજેપીમાં આવ્યાં હતા. જવાહર પેથલજીભાઈ ચાવડા આહિર સમાજના અગ્રણી છે અને જુના રાજકારણી છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય તરીકે ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માણાવદરમાંથી ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા હતા.

માણાવદર જૂનાગઢ જિલ્લાનું કપાસ માર્કેટનું મુખ્ય મથક છે. વર્ષ ૨૦૧૯માં જવાહર ચાવડા અચાનક કોંગ્રેસમાંથી ભાજપમાં જાેડાતા ગુજરાતના રાજકારણમાં અજંપા ભરી સ્થિતિ સર્જાઇ હતી. તો સાથે કોંગ્રેસનો આંતરિક વિવાદ પણ સામે આવ્યો હતો. ભાજપમાં ચૂંટાયા બાદ તેમને મંત્રી પદ પણ આપવામાં આવ્યું હતું. તો હાલ જ્યારે માણાવદર વિધાનસભા સીટ પરથી ઉમેદવારી જાહેર થતાં માણાવદર વંથલી અને મેંદરડા મતવિસ્તારના લોકો જવાહર પર કેટલો વિશ્વાસ રાખે છે, તે આવનાર સમય જ બતાવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/