fbpx
સૌરાષ્ટ - કચ્છ

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક સંજયભાઈ કોરડીયાના સમર્થનમાં કાર્યકર્તાઓ વચ્ચે ઉપસ્થિત રહ્યા

વિધાનસભાના પ્રચાર પ્રસારનો ધમધમાટી શરૂ થઈ છે. ત્યારે જૂનાગઢ વિધાનસભાના ભાજપ ઉમેરવાર સંજયભાઈ કોરડીયા જૂનાગઢના અલગ અલગ વોર્ડમાં પોતાની સભા કાર્યકર્તાઓ સાથે સંબોધી રહ્યા છે. ત્યારે ઝાંઝરડા રોડ ખાખી નગર વિસ્તારના લોકો સાથે સંજયભાઈ કોરડીયાએ સભા સંબોધી હતી. જેમાં ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક સંજયભાઈ કોરડીયાના સમર્થનમાં કાર્યકર્તાઓ વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં જૂનાગઢના મેયર ગીતાબેન પરમારે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી છે તો આપને સૌ છીએ બાકી આપણે કંઈ નથી. યુક્રેનની વાત કરતા જણાવ્યું હતું કે, યુક્રેનમાં જે યુદ્ધ થયું ત્યારે યુક્રેન પાસે અઢળક સંપતિ છે.

છતાં ત્યાંના લોકોને બધું છોડીને જવું પડ્યું અને એ લોકો પાસે તો આજુ બાજુમાં રહેવા માટે જગ્યા હતી, પરંતુ આપણે ક્યાં જઇશું. ભારતીય જનતા પાર્ટી નહિ હોય તો આપણું કોણ? એક તરફ પાકિસ્તાન, એક તરફ બાંગ્લાદેશ, ઉપર ચીન, નીચે દરિયો તો આપણે આપણું અસ્તિત્વ ટકાવવા માટે નરેન્દ્રભાઈ મોદીને જીતાડવા જરૂરી છે. ભાજપે કરેલા કામો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને આપેલી યોજનાઓની બ્રિજેશ પાઠકે વાત કરતા લોકોને જણાવ્યું હતું કે, ૨૦૧૪ પહેલાના ભારતને ભ્રષ્ટાચારી ભારત તરીકે ઓળખવામાં આવતો હતો. ૨૦૧૪ પહેલા ટુ જી સ્પ્રેક્ટમ કોભાંડ, સૈન્ય ભવન કોભાંડ,કોલસા કોભાંડ, કોમન વેલ્થ કોભાંડ થી ભારતને ભ્રષ્ટાચારી દેશ તરીકે ઓળખવામાં આવતો હતો.

પરંતુ નરેન્દ્ર ભાઈ મોદીના સત્તા પર આવતાની સાથે જ ભારત આજે વિશ્વ ગુરુ બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે. તો બીજી તરફ કોરોના કાળની મહામારીમાં પણ નરેન્દ્ર ભાઈ ના નેતૃત્વમાં ભારતમાં લોકડાઉન બાદ કોરોના થી બચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન થી લઈ કોરોનાને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડ્યાનો પણ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે લોકોને જણાવ્યું હતું. વર્ષો પહેલા ગુજરાતના એક નેતાએ દેશમાંથી અંગ્રજાે ને ભગાડવાનું કામ કામ કર્યું હતું .પોરબંદરના ગાંધીએ ભારત માંથી અંગ્રેજાેને ભગાડ્યા હતા.અને ગુજરાતના વડનગર માંથી આવતા એક ચા વાળાએ ભારત માંથી કોંગ્રેસ મુક્ત કરવાનું કામ શરૂ કર્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/