fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગર જિલ્લાની ૫ વિધાનસભા બેઠકોની મત ગણતરી ૯૬ રાઉન્ડમાં, ૬૭ ટેબલ પર થશે

ગુજરાત વિધાનસભા ની ચુંટણી માટે ૨ ભાગ માં મતદાન પૂર્ણ થઇ ગયું છે ત્યારે હવે મતગણતરી ઉપર લોકો ની નજર છે, આ મત ગણતરી ટેબલ પર દરેક બેઠક ઉપર ઓબ્ઝર્વર, મત ગણતરી સુપરવાઈઝર અને આસિસ્ટન્ટની સતત નજર રહેશે. ૮ ડીસેમ્બર મતગણતરી ના દિવસ ની વાત કરીએ તો મહત્વ ના જામનગર જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠક પર પડેલા ૭ લાખ ૨૫ હજાર ૩૧૮ મતના ૧ હજાર ૨૮૭ ઈવીએમ મશીનોની ૬૭ ટેબલ પર ૯૬ રાઉન્ડમાં મત ગણતરી ૮ ડિસેમ્બરના રોજ સવારના ૮ વાગ્યાથી શરૂ કરવામાં આવશે. સરકારી તંત્ર દ્વારા શાંતિપુર્ણ માહોલમાં ગણતરી સંપન્ન થાય તે માટે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત સાથે ૫૦૮ કર્મચારીઓ ફાળવવામાં આવ્યા છે. જેમાં ઈવીએમ મશીન પર ૯૭ સુરક્ષા દળોનો ૨૪ કલાક ચૂસ્ત પહેરો રહેશે.જામનગર જિલ્લાની ૫ બેઠકની હરિયા કોલેજમાં મતગણતરી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.

પાંચ બેઠક પૈકી કાલાવડ બેઠક માટે ૧૨, જામજાેઘપુર બેઠક માટે ૧૩ અને જામનગર ઉત્તર અને દક્ષિણ તથા જામજાેધપુર બેઠક માટે ૧૪ ટેબલ રાખવામાં આવતા ૯૬ રાઉન્ડમાં ગણતરી થશે. દરેક બેઠક માટે એક ઓર્બ્ઝવર, મતગણતરી સુપરવાઇઝર અને મદદનીશ તથા ઉમેદવારના એજન્ટ રહેશે.મત ગણતરી માટે કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે. મત ગણતરી કેન્દ્ર પર મતગણના સ્ટાફ, અધિકારીઓ, ઉમેદવારો અને કાઉન્ટીંગ એજન્ટોને પ્રવેશ આપવામાં આવશે. મત ગણતરી દરમિયાન કેન્દ્ર પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. મતગણતરી સુચારૂ અને શાંતિપૂર્વક રીતે થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. જામનગરની હરિયા કોલેજમાં આગામી ૮ ડિસેમ્બરના જિલ્લાની ૫ વિધાનસભા બેઠકની મત ગણતરી થવાની છે.

જેમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ૮૦-જામજાેઘપુર બેઠકની, પહેલા માળે જામનગર ઉત્તર અને દક્ષિણ બેઠકની અને બીજા માળે ૭૬-કાલાવડ અને ૭૭-જામનગર ગ્રામ્ય બેઠકની મત ગણતરી થશે. ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પુર્ણ થયું છે, ત્યારે જામનગર જિલ્લાની ૫ વિધાનસભાની બેઠક પર સરેરાશ ૬૦.૦૧ ટકા મતદાન થયું છે. જેમાં પાંચેય બેઠક ઉપર ૧૨ લાખ ૮ હજાર ૫૭૧ મતોમાં ૭ લાખ ૨૫ હજાર ૩૧૮ મતો ૧ હજાર ૨૮૭ ઈવીએમ મશીનોમાં પડ્યાં છે. આ તમામ ઈવીએમ મશીન હાલ જામનગર શહેરની હરીયા કોલેજમાં રૂમોમાં પોલીસની બાજ નજર વચ્ચે રાખીને રૂમ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારીની હાજરીમાં સીલ કરાયા છે. આગામી તા.૮ ડિસેમ્બરના રોજ સવારે ૮ વાગ્યાથી મત ગણતરી શરૂ થશે.

૧ હજાર ૨૮૭ ઈવીએમ મશીનમાં ૭ લાખ ૨૫ હજાર ૩૧૮ મતની ગણતરી કરવામાં આવશે. જેમાં દરેક બેઠક માટે એક ઓબ્ઝર્વર, મતગણતરી સુપરવાઈઝર અને મદદનીશ તથા ઉમેદવારના એજન્ટો રહેશે. મતગણના અધિકારીઓ- કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે. આગામી ૮ ડિસેમ્બરના રોજ શહેરની હરિયા કોલેજમાં ૫ વિધાનસભા બેઠકની મતગણતરી થશે. જેનો પ્રારંભ સર્વિસ અને પોસ્ટલ મતની ગણતરીથી થશે. ત્યારબાદ જિલ્લાની પાંચેય બેઠક પર ઇવીએમમાં પડેલા કુલ ૭ લાખ ૨૫ હજાર ૩૧૮ મતની ગણતરી થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/