fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરૂનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો

સૌરાષ્ટ્રનું પ્રથમ નંબર પર આવતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખુલતી બજારે યાર્ડના ઇતિહાસમાં હાઈએસ્ટ ભાવ રૂપિયા ૩૬,૦૦૧બોલાયો છે. ગોંડલ માર્કેટીંગયાર્ડમાં સવારે સૌ પ્રથમ નવા જીરૂની ૩ ગુણી આવક જાેવા મળી હતી. જેમાં હરરાજીમાં શ્રી ફળ વધેરીને મુહુર્તના નવા જીરૂની હરાજી કરવામાં આવી હતી. મોટાદડવા અને સાણથલીના ખેડૂત અને જીરૂ ખરીદનાર યાર્ડના વેપારીને હાર પહેરાવી મીઠું મોઢું કરાવ્યું હતું. ગોંડલ માર્કેટીંગયાર્ડમાં તમામ જણસીની આવક જાેવા મળી રહી છે. ત્યારે ૧૫૦૦ ગુણી જીરૂની આવક જાેવા મળી હતી. હરાજીમાં ૩ ગુણી નવું જીરૂ આવ્યું હતું. એ નવા જીરૂનો મુહુર્તનો ૨૦ કિલો જીરૂનો ભાવ ૩૬,૦૦૧ સુધીનો મોટા દડવાના ખેડૂત ધર્મેન્દ્ર વસાણી અને સાણથલીના ખેડૂત રમેશ ઉકાભાઈ કચ્છીને મળ્યા હતા.

યાર્ડમાં પરબઘણી એન્ટરપ્રાઇઝના વેપારી મેહુલ ખાખરીયાએ આ નવા જીરૂની ખરીદી કરી હતી. ખેડૂત અને વેપારીને હાર તોળા કર્યા હતા અને પેંડા ખવડાવી મીઠું મોઢું કરાવ્યું હતું. ભાવ સારા મળતા ખેડૂત ખુશખુશાલ થયા હતા. મુહુર્તના નવા જીરૂની હરાજી જાેવા મોટી સંખ્યામાં વેપારી, દલાલો અને ખેડૂતો ઉમટી પડ્યા હતા. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જણસી વેચવા માટે ગોંડલ માર્કેટયાર્ડજ પસંદ કરે છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરના ખંભાળિયા અને ગોંડલ જસદણ તાલુકામાંથી ખેડૂતો જીરૂ લઈને ગોંડલ માર્કેટયાર્ડમાં આવી પહોંચ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/