fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં મહિલાએ પ્રેમીને બોલાવી પેટ્રોલ છાંટી આગ ચાંપી

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મહિલાએ પોતાના પ્રેમીને જીવતો સળગાવી દીધો હોવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે પ્રેમી લગ્નની લાલચે પોતાની પ્રેમિકાને મળવા ગયો હતો. ચોરી કરેલાં ઘરેણાં અંગે પ્રેમીએ પૂછપરછ કરતાં ઉશ્કેરાયેલી પ્રેમિકાએ તેના પર પેટ્રોલ છાંટીને તેને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ ઈજાગ્રસ્ત પ્રેમીને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મોરબી રોડ પર આવેલા સ્વસ્તિક વિલામાં રહેતા રાજેશ પરસોતમભાઈ રામાણી (ઉં.વ.૪૫)ને ગઇકાલે બપોરના સમયે તેની પરિચિત દાહોદની ગીતાએ મોબાઈલમાં કોલ કરી વાંકાનેર બાઉન્ડરી પાસેની ઓનેસ્ટ પાસે મળવા બોલાવ્યો હતો. ત્યાર બાદ રાજેશ ગીતાને મળવા વાંકાનેર બાઉન્ડરી પાસે ગયો હતો.

ગીતા અને રાજેશ આવાવરૂ જગ્યાએ બેઠાં હતાં. ત્યારે બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં ગીતાએ તેની પાસે રહેલા પેટ્રોલ ભરેલા શીશામાંથી પેટ્રોલ રાજેશ પર છાંટી દીવાસળી ચાંપી જીવતો સળગાવી દીધો હતો અને ગીતા ત્યાંથી નાસી ગઈ હતી. રાજેશ ત્યાં કણસતી હાલતમાં પડ્યો હોઈ, તેને કોઈએ ૧૦૮ મારફત રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. આ બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં કરતાં એન્ટ્રી નોંધી ત્યાંથી વાંકાનેર પોલીસ મથકનો સ્ટાફ રાજેશનું નિવેદન લેવા રાજકોટની સરકારી હોસ્પિટલે પહોંચી ગયો હતો.

આ અંગે હાલ વાંકાંનેર પોલીસે મહિલાની શોધખોળ શરૂ કરી છે. રાજેશના જણાવ્યા મુજબ, દાહોદની ગીતા બે વર્ષ પૂર્વે પરિચયમાં આવી હતી અને બંને વચ્ચે મોબાઈલ પર વાતચીત પણ થતી હતી. ગીતા સાથે ૧૦ દિવસ સાથે રહ્યા બાદ ગીતા ઘરેથી દાગીના અને રોકડ લઈ જતી રહી હતી. બાદમાં મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો તેમજ અચાનક ફોન કરી મળવા બોલાવ્યો હતો. રાજેશે જણાવ્યું હતું કે પોતે કડિયાકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેમજ એક ભાઈ, એક બહેનમાં મોટો છે તેમજ તેમને પિતાએ ઘરમાંથી કાઢી મૂકતાં મોરબી રોડ પર આવેલા સ્વસ્તિક વિલા સોસાયટીમાં રહે છે તેમજ તેની પત્નીનું છ મહિના પૂર્વે અવસાન થતાં પોતે એકલો રહી કડિયાકામ કરે છે.

રાજેશે પોલીસને જણાવ્યું હતું કે ગીતા દાહોદની વતની છે અને તેની સાથે કડિયાકામ કરતી હતી ત્યારે બે વર્ષ પૂર્વે પરિચય થયો હતો. ત્યાર બાદ બંને વારંવાર મળતાં હતાં. રાજેશે ફોનમાં કહ્યું હતું કે તું આધાર કાર્ડ અને બીજા ડોક્યુમેન્ટ સાથે લઈ આવજે, આપણે સાથે રહીશું. બાદમાં મળવા જતાં આ બનાવ બન્યો હતો. હાલ રાજેશની હાલત ગંભીર છે. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગીતાને પકડવા બે ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. આ બનાવ પાછળ અન્ય કોઈપણ સામેલ છે કે કેમ? હાલ એ અંગે ગીતા પકડાયા બાદ બનાવની હકીકત બહાર આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/