fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટના આટકોટમાં રાજકોટ-ભાવનગર હાઇવે પાસે જીવલેણ અકસ્માત સર્જાયો

રાજકોટના આટકોટમાં રાત્રે રાજકોટ-ભાવનગર હાઇવે પાસે બે ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેને પગલે એક ટ્રકમાં ડ્રાઇવર કેબિનમાં આવેલ કાચ તોડીને બહાર ફંગોળાઈ ગયો હતો અને રસ્તા પર પટકાયો હતો. જેને પગલે ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ૧૦૮ની ટીમ સારવાર માટે આવે એ પૂર્વે જ રસ્તા પર લોહીનું ખાબોચિયું ભરાયું હતું. આ અકસ્માતને પહલે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આટકોટ નજીક રાજકોટ-ભાવનગર હાઇવેમાં વિહાર હોટલ પાસે મળસ્કે બે ટ્રક સામસામે અથડાયા હતા. જેમાં બાબરા તરફથી આવતા ટ્રક નંબર જીજે૦૩ બીડબ્લ્યુ-૪૦૧૦ના ડ્રાઇવરે અચાનક સ્ટેરીંગ પરથી કામ ગુમાવ્યો હતો.

જેને પગલે ટ્રક ડિવાઇડર તોડી સામેથી આવતા ટ્રક નંબર જીજે૦૩ યુયુ૫૫૦૧ સાથે ધડાકાભેર અથડાયો હતો. જેમાં બાબરાના ટ્રક ડ્રાઇવર દિલુભાઇ લખમણભાઇ કદેવાલ કેબિનમાં આવેલ કાચ તોડીને બહાર ફંગોળાઈ ગયા હતા. અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. જયારે માંડવાથી ટ્રક ડુંગળી ભરીને આવતો ટ્રક મહુવા તરફ જતો હતો. આ અકસ્માત સર્જાતા તેમાં સવાર અન્ય ૪ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે ૧૦૮ની ટીમ તેમજ આટકોટ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે રસ્તા પર લોહીનું ખાબોચિયું ભરાયેલું હતું અને સેવાભાવી લોકો દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર આપવાનું કામ કરવામાં આવી રહ્યું હતું.

૧૦૮ના આગમન બાદ સત્વરે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા ટ્રાફિક પણ ક્લિયર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, સાત મહિના પહેલા આટકોટમાં આવો જ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક સાથે અથડાતા કારનું પડીકું વળી ગયું હતું અને પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે કારમાંથી ૬૦ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. એ વખતે કારમાં ગંભીર ઇજા સાથે ફસાયેલા ચાલક હરેશ વાસાણીને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી.

બાદમાં તેને બહાર કાઢી ૧૦૮ મારફત નજીકની હોસ્પિટલે ખસેડાયો હતો, જાેકે ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. ૭ માસ પહેલા બનેલી ઘટનામાં અકસ્માત થતા કારમાં રહેલી વિદેશી દારૂની પેટીઓ બહાર આવી જતાં કેટલાક શખસો તો બોટલ લેવા ઊમટી પડ્યા હતા. દારૂની બોટલ લઈ આ શખસો ભાગી ગયા હતા. જાેકે બાદમાં પોલીસ આવી ગઈ હતી અને તેમણે માત્ર ૬૦ બોટલ દારૂની જપ્ત કરી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે ૧,૭૨,૦૦૦નો મુદ્દામાલ જપ્કત કર્યો હતો. આ દારૂની બોટલ લઇ મૃતક હરેશ ક્યાં જતો હતો, કોની પાસેથી દારૂનો જથ્થો લીધો એ દિશામાં તપાસ હાથ ધરી છે. કારમાલિક હસમુખ સાકોરિયા સામે દારૂનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/