fbpx
સૌરાષ્ટ - કચ્છ

૭૪માં પ્રજાસત્તાક દિન પર્વ પર જૂનાગઢ જિલ્લાના ૫ પોલીસ જવાનોની ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ સન્માન કરાયું

પોલિસ પ્રજાનો મિત્ર છે આ સૂત્ર જુનાગઢ પોલીસે હંમેશા પોતાની ફરજ પ્રત્યેની પૂરી નિષ્ઠા અને પોતાની કાર્ય પદ્ધતિ થી સાબિત કરી બતાવ્યું છે ત્યારે વંથલી ખાતે યોજાયેલ જુનાગઢ જિલ્લા કક્ષાના ૭૪ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ રાષ્ટ્ર પર્વ પર ૫ પોલીસ જવાનોની કામગીરી ને રાજ્ય સરકાર દ્વારા સન્માનપત્ર પાઠવી બિરદાવવા આવી હતી. જુનાગઢ ગાંધીચોક ખાતે સાઈનાઈડ નામનું કેમિકલ ભેળવી બે રિક્ષા ચાલકને મોતને ઘાટ ઉતારવાના આવ્યા હતા ત્યારે રિક્ષા ચાલક મૃતક રફીક ઘોઘારીની પત્નીએ તેમના પ્રેમી સાથે મળી રફિક ઘોઘારીને પ્રવાહીની બોટલમાં સાઈનાઈડ નામનું કેમિકલ ભેળવી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

આ બનાવ પ્રેમ પ્રકરણના આધારે પ્રિ-પ્લાન હત્યાનો હતો. મૃતક રફિકભાઈના પત્ની મહેમુદાબેન તેનો પ્રેમી આસિક ચૌહાણ અને તેમના મિત્ર ઇમરાન ચૌહાણે ઘટનાને અંજામ આપ્યો હતો. તેમજ આ સાઇનાઇડ ઝેર ઇકબાલ આઝાદ નામના ઇસમે આપ્યાની તપાસમાં ખુલ્યું હતું.જે સાઇનાઇડ કાંડમાં જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પી.એસ.આઈ જે.જે.ગઢવી,અને પો.કોન્સ દિવ્યેશભાઈ ડાભી, એ આરોપીને પકડવા રાત દિવસ મહેનત કરી હતી.. માંગરોળ મહિલા પીએસઆઈ એસ.એ.સોલંકી એન.ડી.પી.એસ.એ ડ્રગ્સના મુખ્ય સૂત્રધારને રાજસ્થાન પ્રતાપગઢ જીલ્લાના દેવલદી ગામેથી પોલીસ સ્ટાફ અને મહિલા પીએસઆઈએ જીવ ના જાેખમે નીડરતાથી રાત્રે આરોપી ફૈઝઝલખાન ઉર્ફે જાેએબ પઠાણ ને ઘરે ખાબકી અને ડ્રગ્સ સપ્લાય કરતા શખ્સને દબોચી લીધો હતો.

આરોપીને પકડી પોલીસ જ્યારે નીકળી ત્યારે ગામમાં રહેતા લોકોનું ટોળું પણ પોલીસ પાછળ થયું હતું, પરંતુ ત્યારે રાજસ્થાન પોલીસે તેને ટેક ઓવર કરી લેતા માંગરોળ પોલીસ આરોપીને લઈને પોલીસ મથકે આવી પહોંચી હતી. આમ રાજસ્થાનના ડ્રગ્સ માફિયા પેડલરોથી ભરેલા ગામમાં રાતે મહિલા પીએસઆઈ એસ. એ.સોલંકી એ ગુજરાત પોલીસની કડક છાપ છોડીને આરોપીને દબોચી લીધો છે.

પકડાયેલ આરોપીનું સાચું નામ અફજલખાન ઉર્ફે જાેયબખાન બાદશાહ પઠાણ હોવાનું સામે આવ્યું છે.. તેમજ પેરોલ ફર્લોના એ.એસ.આઈ. ઉમેશચંદુ મહેશચંદ્ર વેગડા, એ માળીયા હાટીના પોલીસ સ્ટેશનના ખુનના ગુનાના ૧૦ વર્ષથી નાસતા ફરતા આરોપીની અટકાયતમાં મહત્વની ભુમીકા ભજવી હત્યાના આરોપીને પકડી પાડ્યો હતો. તેમજ જુનાગઢ એસ.ઓ.જીમાં પો.હેડ કોન્સ તરીકે ફરજ બજાવતા અનિરૂધ્ધસિંહ ચાંપરાજભાઈ વાંકે જુનાગઢ જિલ્લામાં આશરે પોણા બે કરોડના નશીલા પદાર્થો પકડી મહત્વની ભુમીકા ભજવેલ છે. આ પાંચે જૂનાગઢ જિલ્લાના પોલીસ કર્મીઓને આજે વંથલી ખાતે રાજ્ય સરકાર દ્વારા તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન પત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/