fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટની સ્કૂલમાં ધો.૮ની સ્ટુડન્ટ પાસે શિક્ષકે ‘આઇ લવ યુ’ બોલાવ્યાનો માતાનો આક્ષેપ

રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગત ૭ ફેબ્રુઆરીના રોજ સવારે ગણિતના શિક્ષક બાલમુકુંદ પંડિત અંગ્રેજી માધ્યમના ધો.૮ના ક્લાસમાં મેથ્સની ફોર્મ્યુલા શીખવતા હતા. દરમિયાન એક વિદ્યાર્થિનીને ફોર્મ્યુલા ન આવડતાં ચાલુ ક્લાસમાં ઊભી કરી બ્લેક બોર્ડમાં એ ફોર્મ્યુલા જાેવા આગળ જવા કહ્યું હતું. બાદમાં શિક્ષકે વિદ્યાર્થિનીને ‘આઇ લવ ધિસ ફોર્મ્યુલા’ એવું બોલ એવું કહ્યું હતું. જાેકે આ અંગે વિદ્યાર્થિનીએ પોતાના પેરેન્ટ્‌સને વાત કરી હતી. બાદમાં તેમના પેરેન્ટ્‌સ સ્કૂલે આવ્યા હતા અને પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી કે મેથ્મના શિક્ષકે મારી દીકરીને ‘તું આઇ લવ યુ બોલ’ એવું કહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.

જાેકે બાદમાં શિક્ષકને બોલવતાં તેણે જણાવ્યું હતું કે મેં વિદ્યાર્થિનીને મોટિવેટ કરવા માટે ‘આઇ લવ ધિસ ફોર્મ્યુલા‘ એવું બોલાવાનું હતું, પરંતુ આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે અંતે શિક્ષકને ડિસમિસ કરવામાં આવ્યા છે. આ અંગેના સીસીટીવી પણ બહાર આવ્યા છે, જેમાં ક્લાસમાં છેલ્લે ઊભેલા શિક્ષક વિદ્યાર્થિનીને બોર્ડ પાસે મોકલે છે અને કહે છે કે ‘આઇ લવ ધિસ’ એટલો અવાજ સાંભળવા મળે છે, પરંતુ વિદ્યાર્થિનીને સાથે રાખી વાલી સ્કૂલ પર પહોંચ્યા હતા અને સ્કૂલ-સંચાલક અશોકભાઈ સમક્ષ ફરિયાદ કરી, ગણિતના શિક્ષકે વિદ્યાર્થિનીને ‘આઇ લવ યુ‘ બોલવા કહ્યું હોવાનો આક્ષેપ કરે છે અને તેને સ્કૂલમાંથી દૂર કરવા માગણી કરે છે.

દરમિયાન શિક્ષકે કહ્યું હતું કે વિદ્યાર્થિનીને મોટિવેટ કરવા ‘આઇ લવ ધિસ ફોર્મ્યુલા’ એવું બોલવા કહ્યું હતું, પરંતુ તેનું ખોટું અર્થઘટન વાલી અને વિદ્યાર્થિની દ્વારા કરાયું. જાેકે મને સ્કૂલ દ્વારા ડિસમિસ કરાયો છે, જેનો સ્વીકાર કર્યો છે. છેલ્લાં ૩૦ વર્ષથી ભણાવું છું, પરંતુ આ પ્રકારનો કડવો અનુભવ પ્રથમ વખત થયો છે. સ્કૂલ-સંચાલક અશોકભાઈએ જણાવ્યું હતું કે સીસીટીવીમાં શિક્ષકે વિદ્યાર્થિનીને ફ્ક્ત મોટિવેટ કરવા માત્ર ‘આઈ લવ મેથ્સ’ એવું બોલવા કહ્યું હતું, પરંતુ હાલ શિક્ષકને ડિસમિસ કર્યા છે. આ મામલે ડીઈઓ બી.એસ. કૈલાએ જણાવ્યું હતું કે બે અધિકારીએ સ્કૂલના સીસીટીવી ચકાસ્યા છે, જેમાં શિક્ષક શું બોલે છે એ સ્પષ્ટ સંભળાતું નથી, પરંતુ વિદ્યાર્થિની અને વાલીની ફરિયાદ હોવાથી શિક્ષકને ડિસમિસ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/