fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં પાણી માટે મહિલાઓ રણચંડી બની,

રાજકોટમાં મહિલાઓએ કચેરીએ આવી સુત્રોચ્ચાર કર્યા, પોલીસ સાથે ઘર્ષણ પણ થયું

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે ૧૧ વાગ્યે બજેટ બાદ પ્રથમ જનરલ બોર્ડની બેઠક યોજાઇ હતી. જેમાં બમણા પાણીવેરાને મંજૂરી માટે દરખાસ્ત મૂકવામાં આવી હતી. જાેકે, આ બમણો પાણીવેરાને જનરલ બોર્ડમાં મંજૂરી આપી દેવામાં આવી છે. બીજી તરફ વોર્ડ નં.૩ના માધાપર ગામ, સત્યમ શિવમ સુંદરમ, પરાશર પાર્ક સહિતની સોસાયટીઓની મહિલાઓ પાણી ન મળતા રણચંડી બનીને મ્યુનિ. કચેરીએ દોડી આવી હતી. જાેકે, આ સમયે કચેરીમાં ઉપર જનરલ બોર્ડની બેઠક ચાલતી હતી. મહિલાઓ આવતાં જ પોલીસે કચેરીનો મુખ્ય દરવાજાે બંધ કરી દીધો હતો. આથી મહિલાઓ રોષે ભરાઇ હતી અને હોબાળો મચાવ્યો હતો. તેમજ મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયાનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં. મહિલાઓ જ્યારે મેયરને પાણી મુદ્દે રજૂઆત કરવા મ્યુનિ. કચેરીમાં પ્રવેશી ત્યારે પોલીસ કચેરીની અંદર પ્રવેશવાનો મેઇન દરવાજા બંધ કરવા માટે દોડી હતી. મહિલાઓ અંદર પ્રવેશે તે પહેલાં જ દરવાજાે બંધ કરી દેવામાં આવ્યો હતો. આથી એક મહિલા રોષે ભરાઇ હતી અને કહ્યું હતું કે, અમને અંદર નહીં જવા દો તો અમે તોડફોડ કરીશું. બીજી મહિલાઓ કહેવા લાગી હતી કે, ચાલો આ ગાડીઓમાં તોડફોડ કરો. બાદમાં પોલીસે મહિલાને સમજાવી હતી કે, બહેન કાયદો હાથમાં ન લો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/