fbpx
સૌરાષ્ટ - કચ્છ

સૌરાષ્ટ્ર લોકશાળા દ્વારા આયોજિત  ૫૭મી રેલી (શિક્ષણ-સજ્જતા સંગોષ્ઠિ)નો પાંચ દિવસનો કાર્યક્રમ

સૌરાષ્ટ્ર લોકશાળા આયોજિત ૫૭ મી રેલી ( શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ)નો પાંચ દિવસનો કાર્યક્રમ લોકવિદ્યા મંદિર અને શ્રી  નિવાસી અંધ વિધાલય થોરડીનાં આંગણે યોજાયો હતો. જેમાં કુલ ૧૧  લોકશાળાના ધોરણ ૯ ના બધા મળી ૧૦૦૦ વિદ્યાર્થી ભાઈઓ બહેનો આવ્યા હતા. આ રેલીમાં કોઈએક શૈક્ષણિક વિષય પર પાંચ દિવસ સુધી સર્જનાત્મક પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. જેમાં અહીં સવારે ૫.૩૦ થી રાત્રીના ૧૦.૩૦ સુધીના દૈનિક કાર્યક્રમ હોય છે. જેમાં ધૂન, ભજન, રત્નકણિકા,જૂથચર્ચા, સભાસંમેલન, મેદાની કાર્યક્રમ, પ્રદર્શન, મોડલ અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું.  

       તારીખ ૧૫/૨/૨૦૨૩ થી તારીખ ૧૯/૨/૨૦૨૩ સુધી પાંચ દિવસ આ રેલીનું આયોજન થયું હતું.સાથોસાથ  “પર્વ સપ્તમી” કાર્યક્રમોનું આયોજન પણ થયું હતું  જેના   ઉદ્દઘાટન સમારંભમાં  “માન. શ્રી નારણભાઇ કાછડીયા(સાસંદ શ્રી)” ના અધ્યક્ષ સ્થાને થયું હતું. વિશેષ ઉપસ્થિત તરીકે શ્રી મનસુખભાઇ સુહાગિયા ઉપસ્થિત રહ્યા હતા જેમણે ખેડૂત સંમેલન સંબોધ્યું હતું. નવનિર્મિત વર્મી કમ્પોસ્ટ, ગાંધી કુટિર,સ્વિમિંગ પુલ અને નિવાસી કર્મચારી યુનિટનું લોકાપર્ણ અને મંદબુદ્ધિ શાળા,મહિલા ટેક્નિકલ કૉલેજ અને વૃદ્ધાશ્રમ જેવા યુનિટનું ભુમીપુજન કરવામાં આવ્યુ હતું. 

       આ વર્ષે આ ૫૭મી રેલીનો વિષય AI(આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ) રાખવામાં આવ્યો હતો. રેલીના બીજા દિવસે “પૂ.મોરારીબાપુ” દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા, પાંચ દિવસ સુધીના આ કાર્યક્રમમાં અલગ અલગ એમ કુલ ૭ જૂથચર્ચા, ૭ સંમેલનો, ૪  સાંસ્ક્રુતિક કાર્યક્રમો જેમાં કુલ ૮૬ કૃતિઓ રજુ થઇ હતી, ૧૦ મેદાની કાર્યક્રમો , ૧૫ ધૂન, ભજન અને રત્નકણિકાઓ અને ૧૧ સંસ્થા પરિચય, ૧૦ અંક વિમોચન, ૧૧ પ્રદર્શન વિભાગ, ૨૦ AI મોડલ જેવી પ્રવુતિઓ AI ને ધ્યાનમાં રાખી કરવામાં આવી હતી, સંમેલનમાં તજજ્ઞ વક્તાઓમા ડૉ. શ્રી અરુણભાઈ દવે,   શ્રી વિશાલભાઈ ભાદાણી, શ્રી ચિંતનભાઈ ભટ્ટ, શ્રી પાર્થેશભાઈ પંડ્યા, શ્રી ઉત્તમભાઈ દહિયા , શ્રી દિનેશભાઇ  ચુડાસમા, શ્રી નાનુભાઈ શિરોયા વગેરેએ વિદ્યાર્થીઓને AI વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. 

         સંસ્થામાં રહેવા માટે ટેન્ટ અને હોસ્ટેલની સગવડતા કરવામાં આવી હતી સાથોસાથ ત્રણ ટાઈમ જમવાની અને પાણીની ઉત્તમ સગવડતા કરવામાં આવી હતી. વિશાળ મંડપ સભા અને અન્ય સગવડો દ્વવારા ભવ્ય આયોજન થયું હતું. 

        રેલી સમાપન કાર્યક્રમમાં શ્રી અરુણભાઈ દવે અને શ્રી મહેશભાઇ કસવાળા(ધારાસભ્ય શ્રી સાવરકુંડલા -લીલીયા) દ્વારા વિદ્યાર્થીઓને AI  વિષય પર વિવેકપૂર્વક ટેક્નોલોજીના ઉપયોગ પર ઝીણવટ ભરી માહિતી આપી હતી. 

       સમગ્ર રેલી દરમિયાન લોકશાળા સંઘના ઉપ પ્રમુખ શ્રી ખોડાભાઈ ખસિયા અને મંત્રી શ્રી જસવંતભાઈ કાકડિયા અને શ્રી વાઘજીભાઈ કરમટીયા અને ઉપસ્થિત લોકશાળાના શિક્ષક ભાઈઓ બહનો હાજર રહ્યા હતા. 

           ૫૭મી રેલીમાં કુલ ૧૧ સંસ્થાઓના વિદ્યાર્થીઓ હતા જેમાં થોરડી, બેલા, વાળુકડ, આંબલા,ખડસલી, મોટી પાણીયાળી, માનપુર, ચાપરડા, જીવનશાળા આંબરડી અને મણાર જેવી સંસ્થાઓના ધોરણ ૯ નાવિદ્યાર્થીઓ અને શિક્ષકો  હાજર રહ્યા હતા.   

           સમગ્ર રેલી શિક્ષણ- સજ્જતા સંગોષ્ઠિ  કાર્યક્રમ મુ.શ્રી કાંતીદાદા અને કસુંબા બા ની દેખરેખ નીચે થયો હતો જેમાં ‘સર્વ મંગલ સંકુલ’ના કર્મચારી શ્રી હિતેષભાઇ દેસાઈ, શ્રી અરવિંદભાઈ છોડવડીયા. શ્રી સંજયભાઈ પંડ્યા, શ્રી દિનેશભાઇ કળસરિયા, શ્રી પ્રવીણભાઈ કુરિયા, શ્રી ધવલભાઈ દવે, શ્રી રમેશભાઈ વાઘેલા,શ્રી   દિપુભાઈ ભૂંકણ, શ્રી પ્રશાંતભાઈ પંડ્યા, શ્રી હિતેષભાઇ કુબાવત, શ્રી ગૌરવભાઈ, શ્રી મિતેશભાઈ કોઠીયા, શ્રી વિનુભાઈ, શ્રી પ્રકાશભાઈ શ્રી ભાનુબેન, શ્રી આરતીબેન, શ્રી અસ્મિતાબેન,શ્રી સવિતાબા, શ્રી ગૌરીબેન, શ્રી દિવ્યાબેન,  શ્રી મનસુખભાઇ વાળા અને વિદ્યાર્થી ભાઈઓ – બહેનોની જહેમતથી હેતપૂર્વક અને નિર્વિઘ્ન  રીતે હેતુપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/