fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગરમાં જાહેર રસ્તા પર ટ્રકમાંથી જ ખેડૂતના ૨૭૫ મણ જીરાની થઇ ગઇ ચોરી

જિલ્લાના જાેડિયા પંથકમાં પોલીસ સ્ટેશનની નજીક પેટ્રોલ પંપ પાસેથી ૧૭ લાખથી વધુ કિંમતના જીરાના જથ્થાની ચોરી થયાની ઘટના સામે આવી છે. જામનગર જિલ્લામાં જાેડિયા તાલુકામાં આવેલા બાદનપર ગામના ખેડૂત દ્વારા ૨૭૫ મણ જીરાની ખરીદી કરી વેચવા માટે મગનભાઈ નાગજીભાઈ પટેલ નામના ખેડૂત વેપારી ઊંઝા જવાના હતા. પરંતુ ઊંઝા પહોંચે તે પહેલા જ જાેડિયા નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે જીરાના જથ્થા સાથેની ગાડી રાખી હતી. જે ગાડીમાંથી ખેડૂતનો ૨૭૫ મણ જીરાના જથ્થાને કોઈ અજાણ્યા શખસો ટ્રકમાં ભરીને લઈ ગયા હતા. મોડી રાત્રે બનેલા આ સમગ્ર ઘટનાક્રમના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રાત્રિના ત્રણથી ચાર વાગ્યાના અરસામાં જાેડિયા પોલીસ સ્ટેશનની માત્ર ૫૦૦ મીટરની અંદરની ત્રિજ્યામાં જ જીરાના જણસની ચોરી થતા પેટ્રોલિંગને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

એક તરફ ખેડૂતો જણસીના ભાવને લઈને પોતાની જણસ અન્ય જિલ્લાઓમાં વેચવા માટે જતો હોય છે. તેવા સમયે જામનગર જિલ્લાના જાેડિયા પંથકમાં પોલીસ સ્ટેશન નજીકથી જ ૧૭ લાખથી વધુની કિંમતનો પોણા ત્રણસો મણ જીરાનો જથ્થો સરાજાહેર રોડ ઉપરથી ચોરી થયાની ઘટના સામે આવતા આશ્ચર્ય ફેલાયું છે. અધૂરામાં પૂરું જાેડીયા તાલુકાનું મુખ્ય પોલીસ સ્ટેશનની ૫૦૦ મીટર ની ત્રિજ્યા માંથી જ જીરાના જથ્થાની ચોરી થતા પોલીસને જાણે તસ્કરોએ પણ પડકાર ફેક્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જાેકે આ સમગ્ર ઘટના અંગે જાેડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને તસ્કરોને શોધવા પોલીસે પણ ચક્રો ગતિમાન કર્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/