fbpx
સૌરાષ્ટ - કચ્છ

જળક્રાંતિ ટ્રસ્ટની પ્રેરણા એ પ્રાકૃતિક જંગલ નિર્માણ અભિયાન અંતર્ગત ચોથી જૂને સેમિનાર યોજાશે

રાજકોટ પ્રાકૃતિક જંગલ નિર્માણ અભિયાન ઈ.સ.૧૯૮૧થી ૧૯૯૫માં દેશી બોરડી-કેરડો, તલબાવળ જેવા કાંટાવાળા ઝુંડમાં અને લીલી-સુકી વાડ વચ્ચે લીમડો, પીલુડી, ખાખરો, ગુંદો, આમલી, જાંબુડો, વડ, પીપળો, ઉમરો, પીપર જેવા વૃક્ષોને બીજથી ઉગીને સુરક્ષિત ઉછરેલા જોયાં. તેમજ જંગલ ખાતાએ રોપાથી વાવેલા જંગલોની નિષ્ફળતા જોઇને ઇ.સ.૨૦૦૨માં અમને બીજથી જંગલ નિર્માણ-વૃક્ષ વાવેતરની અંતઃસ્ફુરણા થઈ. ઇ.સ.૨૦૦૩માં ઉપલેટા તાલુકાના પ્રાંસલા-વડેખણ ગામમાં વર્ષાઋતુના પ્રારંભે કાંટાવાળા ઝુંડ વચ્ચે અમે દેશી કુળના વૃક્ષોના બીજનું હજારો સ્થાનમાં વાવેતર કર્યુ. એ બીજ સારા ચોમાસાથી ઉગીને ઉછરી ગયા. સિંચાઇ, ફેન્સીંગ કે કોઇ જતન વગર આજે એ વૃક્ષો ૧૫ થી ૨૦ ફૂટ ઉંચા થઇ ગયા છે. સકલ વિશ્વ માટે વૃક્ષ વાવેતર-ઉછેરની આ સૌથી સસ્તી-સફળ અને ટકાઉ પદ્ધતિ છે. બીજથી ઉગીને એક વર્ષ જીવી ગયેલા આ વૃક્ષો દુષ્કાળમાં કે પાણીના અભાવે સુકાતા નથી અને વાવાઝોડું–પ્રાકૃતિક આપત્તિઓ સામે પ્રબળ ટકાઉ ક્ષમતા ધરાવે છે.આ પ્રાકૃતિક જંગલ નિર્માણ પદ્ધતિને રાષ્ટ્ર અને ભવિષ્યમાં વિશ્વ વિસ્તારિત કરવા જળક્રાંતિ ટ્રસ્ટની પ્રેરણા અને સહયોગથી આ વર્ષે ૧૦૦ ગામોમાં ૨૦૦૦થી ૧૦ હજાર વૃક્ષોનું બીજથી વાવેતર કરવામાં આવશે. જેના માટે બીજ વિતરણ અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગ્રામજનો-સંસ્થાઓને ૧૦૦ પ્રકારના દેશી બીજ અને જાતવાન દેશી આંબાની ગોટલી વિનામૂલ્યે ભેટ આપવામાં આવશે. ગ્રામજનોએ પ્રથમ વરસાદ પછી તરત જ શ્રમદાનથી કે સ્વખર્ચે વાવેતર કરવાનું રહેશે. તેમજ દિવ્યગ્રામ સમિતિ બનાવી ને ઉછરેલા વૃક્ષોનું જતન કરવાનું રહેશે. દેશી કૂળનાં વૃક્ષો, દેશી આંબા અને દેશી કૃષિબીજનાં ગુણધર્મોનું પ્રશિક્ષણ અપાશે. અન્યોને વૃક્ષ ઉછેર સોંપવાને બદલે જાતે વૃક્ષ વાવેતર અને જતન; એ સ્વાવલંબન, સ્વાભિમાન, સાચો આત્મસંતોષ, પરમ વૃક્ષપ્રેમ અને અનેકગણું પુણ્ય છે. તેમાં જ ભાવિ પેઢીને પ્રકૃતિ પ્રશિક્ષણ છે.

આ સેમિનારમાં પ્રાકૃતિક કૃષિ અને વાડ માટે દેવવૃક્ષ સમાન ડિંડલિયા થોરનાં ટુકડાઓ વાવેતર માટે આપવામાં આવશે. નવો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અને ઝેરમુક્ત પ્રાણવાન જિંદગી ગ્રંથ અને નવું ગોસત્વ પુસ્તક પડતર કિમતે વેચાણ કરવામાં આવશે જે દિવાદાંડી સમાન પ્રરેક છે.તારીખ સમય વિગત ૪/૬/૨૦૨૩ સવારે ૯:૦૦ આગમન–રજીસ્ટ્રેશન

રવિવાર ૧૦:૦૦ થી ૧૨:૦૦ માર્ગદર્શન સેમિનાર અને બીજ વિતરણ સ્થળ ફ્લોટેક પંપ, શાપર મેઇન રોડ, કનેરિયા ઓઇલ મિલ સામે, મુ. શાપર(વેરાવળ) જિ. રાજકોટ. તા. ૦૧/૬/૨૦૨૩ સુધીમાં રજીસ્ટ્રેશન ફરજિયાત છે.ગોપાલભાઇ કોટડિયા મો.: ૯૬૨૪૪ ૨૪૭૫૭ પ્રથમ અગ્રતાથી નોંધાયેલ ૧૦૦ ગામોને બીજ આપવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/