fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢ જેલ ના જેલર વાળા સાહેબે પુત્ર ના જન્મદિન ની મનોદિવ્યાગ સંસ્થા ના બાળકો સાથે ઉજવણી કરી

મેંદરડા ના સમઢીયાળા શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર દિવ્યાંગો માટે ની સંસ્થા  કાર્યરત છે આ સંસ્થામાં ૨૧  જેટલા અતિગંભીર દિવ્યાંગો આશ્રય સ્થાન લઈ રહેલા છે તેઓને પોતાની દૈનિક ક્રિયાઓ નું પણ ભાન નથી આ સંસ્થામાં નિવાસ કરતા દિવ્યાંગ બાળકોના વાલી પાસેથી કોઈ જાતની ફી લેવામાં આવતી નથી સમાજના અનુદાન અને રહેમ નજર તડે આ સંસ્થાનું સંચાલન થાય છે

આપણે આપણા જીવનના ઘણા બધા પ્રસંગોમાં દેખાદેખી થી અથવા તો મોભો બતાવવા ખાતર ખૂબ ખોટા ખર્ચા કરતા હોઈએ છીએ ત્યારે આ બાળકોની સાથે પોતાના પુત્રનો જન્મદિવસ ઉજવવાની એક રીત બનાવી છે તેવા શ્રી હરસુખભાઈ વાળા જેલર સાહેબ જુનાગઢ પોતાના પુત્ર દિગ્વિજયસિંહ નો જન્મદિવસ આ સંસ્થાના બાળકો સાથે ખૂબ જ આનંદપૂર્વક ઉજવેલ છે સંસ્થાના બાળકો સાથે સમય પસાર કરી કપડા ભોજન રમકડા વગેરે વસ્તુ આપી અને બાળકોને ખૂબ જ પ્રોત્સાહિત કરેલ હતા અને બાળકો સાથે ભોજન કરેલ હતું આ સિલસિલો દર વર્ષથી ઉજવવામાં આવે છે આ પ્રસંગે તેની સાથે હમીર એ. સિસોદિયા અજયભાઈ ડી. દયાતર તથા એન.એસ લોહાર સાહેબ એસપી જુનાગઢ ઉપસ્થિત રહ્યા હતા

આ સંસ્થાની અવારનવાર મુલાકાતે આવતા આ મહાનુભાવો એ સંસ્થાના સ્વસ્થ અને પ્રાકૃતિક વાતાવરણમાં સંસ્થાની સુગડ કાર્ય રચના અને સારી રીતે બાળકોની સંભાળ રાખવામાં આવે છે તેવું જણાવેલ હતું આ તકે સંસ્થાના સંચાલક શ્રી કૌશિકભાઈ જોશી એ બધાનો ખુબ હૃદય પૂર્વક આભાર માન્યો હતો અને આવા પ્રસંગો થી સંસ્થાના દિવ્યાંગ બાળકોને ખૂબ જ પ્રેમ અને હુંફ મળે છે

આ બાળકોને આવો જ પ્રેમ અને લાગણી મળતી રહે તેવી અભ્યર્થના સાથે સંચાલક શ્રી કૌશિકભાઈ જોશીની યાદી જણાવે છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/