fbpx
સૌરાષ્ટ - કચ્છ

કચ્છ જિલ્લામાંથી કોંગ્રેસના સૂંપડા સાફજિલ્લા પંચાયત, નગરપાલિકા અને હવે તાલુકા પંચાયતમાં પણ ભાજપનું શાસન

કચ્છ જિલ્લામાંથી કોંગ્રેસના સૂંપડા સાફ થઈ ગયા છે. હવે જિલ્લા પંચાયત, નગરપાલિકા અને હવે તાલુકા પંચાયતમાં પણ ભાજપનું શાસન આવી ગયું છે. એવુ કહી શકાય કે કચ્છમાં ભગવો લહેરાયો છે. ધારાસભ્ય અને સાંસદ પદ સહિત તમામ પદો પર ભાજપના હોદ્દેદારો જાેવા મળશે. જિલ્લામાંથી કોંગ્રેસનું નામોનિશાન મટી ગયું છે. કચ્છમાં સાંસદ ભાજપના, છ એ છ ધારાસભ્યશ્રીઓ ભાજપના, જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવી ગયું છે. નગરપાલિકામાં ભાજપનું શાસન, અને અગાઉ કચ્છની ૧૦ તાલુકા પંચાયત પૈકી ૮ માં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને લખપત અને અબડાસા એમ ૨ માં કોંગ્રેશનું શાસન હતું.

પરંતુ આ બંને જગ્યાએ પણ હાલે બીજી ટર્મના હોદ્દેદારોની નિમણુંક વખતે પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં ભાજપના સદસ્યોની બહુમતી સાથે વરણી થતા દસે દસ તાલુકા પંચાયતોમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્થાપિત થયું છે. આવી રીતે કચ્છમાં સાંસદ, તમામ ધારાસભ્યો અને તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ભગવો લહેરાયો છે. કચ્છ જિલ્લો બન્યો કોંગ્રેસ મુક્ત બન્યો છે. ૧૦ તાલુકા પંચાયત પણ હવે ભાજપના ખાતામાં આવી ગઈ છે. જિલ્લા પંચાયત પણ હવે ભાજપ પાસે આવી ગઈ છે. લખપત તાલુકા પંચાયતમાં સત્તામાં પરિવર્તન આવ્યું છે. લખપત તાલુકા પંચાયત પર પણ ભાજપનો કબજાે આવી ગયો છે. કોંગ્રેસ પાસેથી તાલુકા પંચાયત ભાજપે છીનવી છે. કોંગ્રેસના બે સભ્યોએ ભાજપને ટેકો આપ્યો છે. અહીં પ્રમુખ તરીકે દયાબા જશુભા જાડેજા અને ઉપ પ્રમુખ તરીકે જુગરાજ સિંગની વરણી કરાઈ છે. અબડાસા તાલુકાના પંચાયત પર ભાજપનો કબજાે આવ્યો છે.

અબડાસા તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી છીનવી છે. કોંગ્રેસના બે સભ્યોએ ભાજપને ટેકો આપ્યો છે. કોંગ્રેસના એક સભ્ય ગેરહાજર રહ્યા હતા. જેથી અહીં મહાવીરસિંહ જાડેજાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તો ઉપપ્રમુખ તરીકે રમીલાબેન ગજરા બન્યા છે. આમ, અબડાસા તાલુકા પંચાયત પર ભાજપનો કબજાે જાેવા મળ્યે. કોંગ્રેસે અબડાસા તાલુકા પંચાયત હાથમાંથી ગુમાવી છે. આમ, અબડાસા તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન જેવા મળ્યું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/