fbpx
સૌરાષ્ટ - કચ્છ

ભારતીય દરિયાકાંઠે હિંદ મહાસાગરમાં લાઇબેરિયનના ધ્વજવાળા ટેન્કર પર ડ્રોન દ્વારા હુમલો

ડ્રોન હુમલો ગુજરાતના વેરાવળ તટથી ૨૦૦ નોટિકલ માઈલના અંતરે કરવામાં આવ્યો, ભારતે ખાડીમાં તૈનાત કર્યા યુદ્ધ જહાજાે

ભારતીય દરિયાકાંઠે હિંદ મહાસાગરમાં લાઇબેરિયનના ધ્વજવાળા ટેન્કર પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. અરબી સમુદ્રમાં થયેલા આ હુમલાની અનેક રિપોર્ટ્‌સમાં પુષ્ટિ કરવામાં આવી છે. આ પહેલા બ્રિટનના મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન ઓર્ગેનાઈઝેશને આ હુમલાની જાણકારી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં જહાજ પર હાજર કોઈ પણ ક્રૂ મેમ્બરને ઈજા થઈ નથી. આ વેપારી જહાજ તેના ગંતવ્યથી ભારત તરફ આવી રહ્યું હતું. આ ડ્રોન હુમલા બાદ જહાજને થોડું નુકસાન થયું છે. જહાજ પર હાજર ક્રૂ મેમ્બર્સ વિશે હજુ સુધી કોઈ માહિતી નથી. આ હુમલાની આશંકા યમનના હુતીઓ પર વ્યક્ત કરવામાં આવી રહી છે.. આ ઘટનામાં જણાવવામાં આવી રહ્યું છે કે આ ડ્રોન હુમલો ગુજરાતના વેરાવળ તટથી ૨૦૦ નોટિકલ માઈલના અંતરે કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ જહાજનું ઈઝરાયેલ સાથે કનેક્શન હતું અને તે ભારત આવી રહ્યું હતું. હુતીઓએ જાહેરાત કરી હતી કે તેઓ ઇઝરાયેલ સાથે જાેડાયેલા કોઈપણ જહાજને નિશાન બનાવશે. હવે ભારતીય દરિયાકાંઠે ડ્રોન હુમલા બાદ આશંકા હુતીઓ તરફ જઈ રહી છે.

આ હુમલાની હજુ તપાસ ચાલી રહી છે. આ જહાજને અત્યંત સાવધાની સાથે આગળની મુસાફરી પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે.. ડ્રોન હુમલા બાદ ભારત આવતા જહાજમાં આગ ફાટી નીકળી હતી. આ પહેલા ઈઝરાયેલના હુમલાનો વિરોધ કરી રહેલા યમનના હુતી બળવાખોરોએ ભારત આવી રહેલા જહાજને હાઈજેક કરી લીધું હતું. એટલું જ નહીં, હુતીઓએ લાલ સમુદ્રમાં અનેક મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે, જેના કારણે અનેક જહાજાેને નુકસાન થયું છે. હુતીઓને ઈરાનનું ખુલ્લું સમર્થન છે અને તેઓ હમાસના સમર્થનમાં સતત મિસાઈલ અને ડ્રોન હુમલાઓ કરી રહ્યા છે. જેના કારણે વિશ્વના સૌથી વ્યસ્ત વેપાર માર્ગો પૈકીનો એક સમુદ્રી માર્ગ હવે જાેખમમાં મુકાયો છે. આ જ કારણ છે કે હવે ઘણી કંપનીઓ આફ્રિકા મારફતે બિઝનેસ કરી રહી છે. આનાથી ઘણો ખર્ચ થઈ રહ્યો છે.. અગાઉ, હુતીઓના હુમલાને ધ્યાનમાં રાખીને ભારતે એડનની ખાડીમાં બે મિસાઇલોથી સજ્જ ડેસ્ટ્રાયરને તૈનાત કર્યું હતું. ભારતે આ સમગ્ર વિસ્તારમાં ભારતીય જહાજાેની સુરક્ષા માટે અનેક પગલાં લીધા છે. જ્યારે, હુતી વિદ્રોહીઓના સતત હુમલાઓ વધી રહ્યા છે, ત્યારે અમેરિકાએ ૨૦ દેશો સાથે એક મેરિટાઈમ ફોર્સની રચના કરી છે, જેથી જવાબી કાર્યવાહી કરી શકાય. તે દરમિયાન, હુતીઓએ ધમકી આપી છે કે તેઓ લાલ સમુદ્રને અમેરિકી જહાજાેને કબ્રસ્તાન બનાવી દેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/