fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં પ્રથમ દિવસે ૮૦ કિલો જીરૂની આવક

સૌરાષ્ટ્રભરમાં જીરાની આવક શરૂ ગઈ છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ ૪૩,૫૫૧/- બોલાયા છે. ગોંડલ માર્કેટ યાર્ડના ઇતિહાસમાં સૌ પ્રથમ પહેલીવાર આટલો ઉંચો ભાવ બોલાયો હતો. સૌરાષ્ટ્રનું પ્રથમ નંબર પર આવતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ખુલતી બજારે માર્કેટયાર્ડ ખાતે આજે ગોંડલ યાર્ડના ઇતિહાસમાં હાઈએસ્ટ ભાવ રૂપિયા ૪૩,૫૫૧/- બોલાયા છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આજે સવારે સૌ પ્રથમ નવા જીરાની ૮૦ કિલો જીરૂની આવક જાેવા મળી હતી. જેમાં હરાજીમાં શ્રીફળ વધેરીને મુહુર્તના નવા જીરાની હરાજી કરવામાં આવી હતી.

સાણથલીના ખેડૂત અને જીરૂ ખરીદનાર યાર્ડના વેપારીને હાર પહેરાવી મીઠું મોઢું કરાવ્યું હતું. નવા જીરૂના મુહુર્તના ભાવ ૪૩,૫૫૧/- રૂપિયા ખેડૂતોને મળ્યા હતા. હરાજીમાં ૪ મણ નવું જીરૂ આવ્યું હતું એ નવા જીરૂનો મુહુર્તનો ૨૦ કિલો જીરૂ નો ભાવ ૪૩,૫૫૧/- સુધીનો સાણથલીના ખેડૂત અરવિંદભાઈ લાખાભાઈ ધડુક અને ભીખાભાઈ હરિભાઈ કચ્છીને મળ્યા હતા. યાર્ડમાં પરબઘણી એન્ટરપ્રાઇઝના વેપારી મેહુલભાઈ ખાખરીયાએ આ નવા જીરૂની ખરીદી કરી હતી. ખેડૂત અને વેપારીને હાર તોળા કર્યા હતા પેંડા ખવડાવી મીઠું મોઢું કરાવ્યું હતું. ભાવ સારા મળતા ખેડૂત ખુશખુશાલ થયા હતા. મુહુર્તના નવા જીરૂની હરાજી જાેવા મોટી સંખ્યામાં વેપારી, દલાલો અને ખેડૂતો ઉમટી પડ્યા હતા. સાથે આવા જ સારા ભાવો મળતા રહે તેવી ખેડૂતો અને વેપારીઓ આશા રાખી રહ્યાં છે. સાથે જ સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જણસી વેચવા માટે ગોંડલ માર્કેટ યાર્ડ જ પસંદ કરે છે.

ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અને પોરબંદરના ખંભાળિયા અને ગોંડલ જસદણ તાલુકામાંથી ખેડૂતો જીરૂ લઈને ગોંડલ માર્કેટ યાર્ડમાં આવી પહોંચે છે. અને ખેડૂતોને સારા એવા ભાવો મળી રહ્યા છે, અને હાલ માર્કેટીંગ યાર્ડમાં જીરૂં લઈને આવેલ ખેડૂતોને ૪૩,૫૫૧/- ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જાેવા મળી રહી હતી. ગોંડલ માર્કેટીંગયાર્ડ માં ગત વર્ષે સવારે સૌ પ્રથમ નવા જીરૂની ૩ ગુણીની આવક જાેવા મળી હતી. ગત વર્ષે નવા જીરૂનો મુહુર્તનો ૨૦ કિલો જીરૂનો ભાવ ૩૬૦૦૧/- સુધીનો મોટા દડવાના ખેડૂત ધર્મેન્દ્રભાઈ વસાણી અને સાણથલીના ખેડૂત રમેશભાઈ ઉકાભાઈ કચ્છીને મળ્યા હતા. યાર્ડમાં પરબઘણી એન્ટરપ્રાઇઝના વેપારી મેહુલભાઈ ખાખરીયાએ આ નવા જીરૂની ખરીદી કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/