fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગરના કાલાવડમાં હંસથળ ગામની સીમમાંથી જમીન માં દફનાવેલ સિંહણ નો મૃતદેહ મળી આવ્યો

 જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હંસથળ ગામની સીમમાંથી જમીન માં દફનાવેલ સિંહણ નો મૃતદેહ મળી આવતા જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યો હતો. આ બનાવની જાણ થતાં જ જામનગર ના વન વિભાગ ના અધિકારી ઓ તેમજ જુનાગઢ થી પણ વન વિભાગ ની ટીમ તાકીદે દોડી પહોંચી હતી અને તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો. 

આ ઘટના ની વાત કરીએ તો કાલાવડ તાલુકા નાં હંસસ્થળ ગામ પાસે રેડિયો કોલર લગાવાયેલ એક સિંહણ નું લોકેશન મળતું હતું , પરંતુ સિંહણ ક્યાંય જોવા મળતી ન હતી. આથી વન વિભાગ ની ટીમના જવાનો દ્વારા સિંહણ ની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન એક ખાણ નજીક ઝાળી – ઝખરા જવચ્ચે કોઈ પ્રાણી નું મૃત્યુ થયું હોય તેવી વાસ આવતી હતી પરિણામે વન વિભાગ દ્વારા આ સ્થળે જમીનમાં ખોદકામ કરવામાં આવતા જમીન માં દફનાવામાં આવેલ સિંહણ નો મૃતદેહ મળી આવ્યો હતો.

 આ બનાવવાની જાણ થતા છે જુનાગઢ થી વન વિભાગના અધિકારી રમેશ તેમજ એફ એસ એલ ની ટીમ જામનગર દોડી આવી હતી. આસપાસના ખેડૂતો ની પૂછપરછ કરી તપાસ કરતા એક ખેડૂતની વાડીમાં જંગલી જનાવર દ્વારા થતા નુકસાન થી બચવા માટે વાડી ખેતરને ફરતે ફેન્સીંગમાં વીજ પ્રવાહ પસાર કરવામાં આવ્યો હોવાનું અને તે ફેન્સીંગ ને અડકી જતા સિંહણ નું મૃત્યુ થયું હોવાનું એફ એસ એલ ની તપાસમાં ખુલવા પામ્યું હતું. આ પછી ડર ના માર્યા કેટલા લોકોએ શિહણ ના મૃતદેહ ને જમીનમાં દફનાવી દીધો હતો તેટલું હાલ પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. પરિણામે વન વિભાગ દ્વારા બે શખ્સોની હાલ અટકાયત કરવામાં આવી છે અને તેની પુછપરછ કરવામાં આવી રહી છે.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/