fbpx
વિડિયો ગેલેરી

સૌરાષ્ટ્ર યુનિ.નો મહત્વનો ર્નિણય માતા-પિતાનું કોરોનાથી મોત થયું હોય તેવા વિદ્યાર્થીઓને ૧ વર્ષ સુધી ફી માફ

કોરોના મહામારીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૨૯ ભવનમાં ફી માફીનો ર્નિણય લેવામાં આવતાં ચારેબાજુથી પ્રશંસા થઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ૨૯ ભવનમાં કોરોનાથી મૃત્યુ પામેલાના બાળકોની ફી માફ આપવાનો ર્નિણય લીધો છે. જેથી આવા વિદ્યાર્થીઓ એક વર્ષની ફી માફ કરવાનો ર્નિણય લેવાતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.

આ વિશે જાણવા મળી રહી છે કે, આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં યુનિવર્સિટીના ૨૯ ભવનોમાં ફીને લઇને ર્નિણય લેવાયો હોવાની માહિતી મળી રહી છે. જે વિધાર્થીના પરિવારના મોભી અથવા તો માતા-પિતાનું કોરોનાથી મોત થયું હોય તેવા વિધાર્થીને તમામ પ્રકારની ફીમાંથી માફી મળશે. એક વર્ષ માટે ફીમાંથી માફી આપવામાં આવી છે, જે ઘરે કમાવનાર વ્યક્તિ ગુમાવ્યો હશે તેવો વિધાર્થી ભવનમાં અભ્યાસ કરતા હશે તો ફી ભરવી નહીં પડે. તમને જણાવીએ કે આવા વિદ્યાર્થીઓને એકપણ પ્રકારની ફી લેવામાં નહીં આવે

બીજી બાજુ રાજકોટમાં કોરોના વેકસીનેશનને વેગ બનવવા યુનિવર્સિટી પણ મેદાનમાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોલેજમાં વેકસીનેસનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરની અનેક કોલેજમાં વેકસીન રજીસ્ટ્રેશનની શરૂ કરી દેવામાં આવી છે. ૨૦ કોલેજમાં વેકસીનેશન કરવામાં આવશે
નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અગાઉ એક રાહતના સમાચાર આપવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીએ કોરોનાની રસી લઈ લીધે હશે તેને ઈન્ટરનર્લમાં પાંચ માર્કસ આપવાની વિચારણા કરવામાં આવી હતી. યુનિવર્સિટી આવા ર્નિણયની વિચારણા કરી રહી હતી. જાેકે આગામી દિવસોમાં યુનિવર્સિટીની સિંડીકેટની બેઠક મળશે જેમાં આ ર્નિણય લેવાઈ શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/