fbpx
વિડિયો ગેલેરી

ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની અસરથી કેરીના પાકને ભારે અસર થઈ છે,ત્યારે સુરતના એક ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી મબલક કેરીના પાકનું ઉત્પાદન મેળવ્યું છે.

ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ ની અસર સીધી કોઈ પણ પ્રકારની ખેતીને થઇ રહી છે ,ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે કેરી પકવતા ખેડૂતોની હાલત કફોડી થઇ ગઈ છે , વાતાવરણ ની અસરને લઇ ચાલુ વર્ષે આંબા પર માંડ ૩૦ ટકા પાક દેખાઈ રહ્યો છે ત્યારે માંગરોળ તાલુકાના વાંકલ ગામના ખેડૂત રાજકુમાર પટેલે વાતાવરણ થી વિપરીત પ્રાકૃતિક સફળ ખેતી કરી ને અન્ય ખેડૂતો માટે એક દાખલો પૂરો પડ્યો છે ,રાજકુમાર પટેલ પોતાની ૧૮ વીંઘા જમીનમાં ૮૦૦ જેટલા આંબાના વૃક્ષો થી કેરીની ખેતી કરે છે ,રાજકુમાર ભાઈ સુભાષ પાલેકર ગૌ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ થી છેલ્લા ૪ વર્ષ થી ખેતી કરી રહ્યા છે ,અને સફળ પણ થયા છે ત્યારે રાજકુમાર ભાઈ પાસે થીજ જાણીએ કે આ સુભાષ પાલેકર ગૌ પ્રકૃતિક કૃષિ પદ્ધતિ શું છે અને કઈ રીતે આ પદ્ધતિનો ઉપયોગ કરી ખેતી કરવાની હોઈ છે તેમજ આનાથી કઈ રીતનો અને કેટલો ફાયદો થઇ શકે છે.રાજકુમાર ભાઈ ની ૧૮ વીંઘા ની વાડીમાં હાલ ૮૦૦ જેટલા આંબા છે અને હાલ કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે તમામ આંબો પર કેરીનો મબલખ પાક જોવા મળી રહ્યો છે જયારે બીજી તરફ રાસાયણિક ખાતર નાખીને ખેતી કરતા આંબા વાડીના ના માલિકો ની હાલત હાલ કફોડી બની છે કારણે કે ગલોબલ વોર્મિંગ ની સીધી અસર હવે ખેતી પર દેખાઈ રહી છે ,રાસાયણિક ખાતર નાખીને ખેતી કરતા ખેડૂતોના આંબા પર ચાલુ વર્ષે ૩૦ ટકા પણ પાક નથી દેખાઈ રહ્યો ત્યારે આંબા વાડી ઉચ્ચક રાખતા વ્યાપારીઓ પણ રાજકુમાર ભાઈ ની પ્રાકૃતિક ખેતીને જોઇને અચંભિત થઇ રહ્યા છે.

વાંકલ ગામના ખેડૂત રાજકુમાર ભાઈ છેલ્લા ૧૫ વર્ષથી આંબા વાડી કરીને કેરીની ખેતી કરી રહ્યા છે પરંતુ છેલ્લા ચાર વર્ષથી રાજકુમાર ભાઈ એ સુભાષ પાલેકર ગૌ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવીને ખેતી કરી રહ્યા છે ,છેલ્લા ૧૫ વર્ષ દરમ્યાન ની ખેતી અને છેલ્લા ૪ વર્ષ ની ખેતી માં આસમાન જમીનનો ફર્ક દેખાઈ રહ્યો છે ત્યારે છેલ્લા ૧૩ વર્ષ થી વાડી ની રખેવાળી કરતા બાલુ ભાઈ ગામીતે પણ સુભાષ પાલેકર ગૌ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની પ્રશંસા કરી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/