fbpx
વિડિયો ગેલેરી

મિશન ચંદ્રયાન-૩ ૧૪ જુલાઈએ લોન્ચ થશે, ISROએ ચંદ્રયાન-૩ તારીખ અને સમય જાહેર કરી

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ૈંજીઇર્ં)એ મિશન ચંદ્રયાન-૩ ની પ્રક્ષેપણ તારીખ જાહેર કરી છે. ચંદ્રયાન-૩, ૧૪ જુલાઈએ બપોરે ૨.૩૫ કલાકે લોન્ચ થશે. ચંદ્રયાન-૩ ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવા માટે ઉડાન ભરશે. આ પહેલા ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું હતું કે અંતરિક્ષ ક્ષેત્રમાં આ ભારતની બીજી મોટી સફળતા હશે. આ પહેલા મીડિયા રિપોર્ટ અનુસાર લોન્ચની તારીખ ૧૨થી ૧૯ જુલાઈ વચ્ચે જણાવવામાં આવી રહી હતી. ચંદ્રયાન-૧, ચંદ્રયાન-૨ બાદ ભારતનું આ ત્રીજું ચંદ્ર માટેનું મિશન છે. ચંદ્રયાન-૩ સ્પેસક્રાફ્ટને નવા પ્રક્ષેપણ રોકેટ એલવીએમ-૩ સાથે જાેડવામાં આવ્યું છે. ઈસરોના વૈજ્ઞાનિકો એ ૫ જુલાઈના દિવસે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિન સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાં આ કામ પૂરુ કર્યું હતું. હવે ચંદ્રયાન-૩ લોન્ચિ સ્થળથી લોન્ચ માટે તૈયાર છે. ચંદ્રયાન-૩ મિશનના ૩ મુખ્ય ઉદ્દેશ્યો છે કે ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિગ કરવું, રોવરને ચંદ્ર પર ભ્રમણ કરાવવું અને ચંદ્રને લઈને વૈજ્ઞાનિકોના મહત્વના પ્રયોગો સફળ બનાવવા. ચંદ્રયાન-૩ ત્રણ ભાગમાં તૈયાર થયુ જેમાં પહેલા ભાગની વાત કરીએ તો, પ્રોપલ્શન મોડ્યુલઃ સ્પેસ મિશન પર જતા સ્પેસક્રાફટના પહેલા ભાગને પ્રોપલ્શન મોડ્યુલ કહેવામાં આવે છે. તે કોઈપણ સ્પેસક્રાફટને ઉડવાની શક્તિ આપે છે. બીજા ભાગની વાત કરીએ તો, લેન્ડર મોડ્યુલઃ આ ચંદ્રયાન-૩નો બીજાે અને મહત્વપૂર્ણ ભાગ છે. આ જ ચંદ્ર પર ઉતરાણ કરવામાં આવશે. તે રોવરને યોગ્ય રીતે ચંદ્રની સપાટી પર લાવવા માટે જવાબદાર છે. ત્રીજા ભાગની વાત કરીએ તો, રોવરઃ આ ચંદ્રયાનનો ત્રીજાે ભાગ છે, રોવર, જે લેન્ડર દ્વારા ચંદ્રની સપાટી પર ઉતરશે અને પછી માહિતી એકત્રિત કરશે અને હલનચલન કર્યા પછી તેને પૃથ્વી પર મોકલશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/