fbpx
વિડિયો ગેલેરી

“ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા લોકવિજ્ઞાન કેન્દ્ર” રાજકોટનાં સહયોગથી કિડનીની સમસ્યાઓના સમાધાન નિઃશુલ્ક કાર્યક્રમ યોજાયો

રાજકોટ ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન એ સમગ્ર ગુજરાતનાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, મહેસાણા, ભુજ, વિસનગર, શિંહોર, નવસારી, ઘોઘા, ઉંઝા સહિતના શહેરોમાં કામ કરતી સ્વૈચ્છિક સ્વાસ્થ્ય લક્ષી સંસ્થા છે. ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગૠષી સ્વ. ચીનુભાઈ શાહ દ્રારા સ્થાપીત આ સંસ્થાનો પ્રમુખ ધ્યેય સમાજમાં લોકોને કિડની વિશે જાગૃતિ લાવવાનો, કિડનીની નિષ્ફળતાના દર્દીઓની સેવા કરવી, કિડનીના રોગો ન થાય તે અંગેની જાગૃતિ ફેલાવવી,દર્દીઓનું પુર્ન:વસન, શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં પ્રયત્નશીલ રહેવાનું છે. આ ઉપરાંત આ સંસ્થા દ્વારા સ્વાસ્થયના ક્ષેત્રમાં જુદા જુદા કાર્યો કરી રહી છે. જેમા ગરીબ દર્દીઓને મદદ કરવાથી માંડીને હોસ્પીટલમાં દર્દીઓનું ડાયાલીસીસ કરતાં ટેકનીશ્યનો માટે પણ શિબીર દ્વારા દર્દીઓને ડાયાલીસીસ સમયે દર્દીઓને કઈ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે વગેરે બાબતો અંગેના સેમીનારો યોજવામાં આવે છે.

કિડનીના દર્દીઓ માટે “ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા લોકવિજ્ઞાન કેન્દ્” રાજકોટના સહયોગથી કિડનીની સમસ્યાઓ અંગે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કીડનીના દર્દીઓને ડાયાલીસીસમાં પડતી મુશ્કેલી, કિડની ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓને પડતી મુશ્કેલી તથા કીડનીના અન્ય રોગોથી પીડાતા દર્દીઓને નામાંકિત તબીબ ડો. ડેનીસ સાવલિયા દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન અપાયું હતું. તેમજ ઈન્ડીયા રીનલ ફાઉન્ડેશનના એડવાઈઝરી મેમ્બર મિતલ ખેતાણીએ કાર્યક્રમને સંબોધતા પ્રાસંગીક ઉદબોધન આપી કાર્યક્રમની શરૂઆત કરી હતી. ડાયાલીસીસ ટેકનીશ્યન રાકેશભાઈ ચૌહાણે કિડની અંગેની માહિતી આપી હતી તથા લોકવિજ્ઞાન કેન્દ્રનાં ડો. રમેશભાઈ ભાયાણી, ડેનીશભાઈ આડેસરા (બ્રહમાંડ ફાઉન્ડેશન), ભાવનાબેન મંડલી (ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન), જયરાજસિંહ રેવર ‘પ્રેરણા” વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમનું સફળ સંચાલન ગીતા કેશવાલા તથા અંકિતા ભાડેલીયાએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લોક વિજ્ઞાન કેન્દ્રના ડો. રમેશભાઈ ભાયાણી ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશનના એડવાઈઝર મિતલ ખેતાણી તથા પ્રોગ્રામ ઓફીસર અશ્વીન ગોહેલ, ચંદ્રીકાબેન ઉનડકટ, મધુબેન દુમાદીયા, હીનાબેન જાડેજાએ જહેમત ઉઠાવી હતી.

કિડનીના રોગો અંગેની વિશેષ માહિતી માટે ઈન્ડીયા રીનલ ફાઉન્ડેશનનાં અશ્ર્વીન ગોહેલ મો.૭૯૮૪૮ ૨૯૬૨૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/