fbpx
વિડિયો ગેલેરી

ઈજનેરો એ દાખવ્યો પ્રકૃતિપ્રેમ – ૧૦૧ વૃક્ષો વાવી ઉછેરવાનો અનેરો સંકલ્પ પીજીવીસીએલ મેનેજીંગ ડીરેકટર એમ.જે.દવે તથા શ્રી વિજયભાઈડોબરીયા – સદભાવના – સેવા ટ્રસ્ટ ની વિશેષ ઉપસ્થિતિમાં લાઠી બાયપાસ થી લાલાવાવ હનુમાન સુધી નો રોડ હરીયાળો બનશે

ઈજનેરો એ દાખવ્યો પ્રકૃતિપ્રેમ – ૧૦૧ વૃક્ષો વાવી ઉછેરવાનો અનેરો સંકલ્પ પીજીવીસીએલ મેનેજીંગ ડીરેકટર શ્રી એમ.જે.દવે તથા શ્રી વિજયભાઈડોબરીયા – સદભાવના – સેવા ટ્રસ્ટ ની વિશેષ ઉપસ્થિતિમાં લાઠી બાયપાસ થી લાલાવાવ હનુમાન સુધી નો રોડ હરીયાળો બનશે. • કા.વા. મુખ્ય ઈજનેર શ્રી એન.આઈ.ઉપાધ્યાય તેમજ અધિક્ષક ઈજનેર શ્રી કે.આર.પરીખ ને નિવૃત વિદાયમાન અપાયું. તા. ૧૬/૭/૨૦૨૩ ને રવિવારે અમરેલીમાં જીઈબી એન્જીનિયર્સ એસોસીએશન દ્વારા લાઠી રોડ બાયપાસ થી લાલાવાવ હનુમાન સુધીમાં સદભાવના વૃધ્ધાશ્રમ ને સાથે રાખી ૧૦૧ વૃક્ષો વાવી ઉછેરવાનો સંકલ્પ કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમ માં પીજીવીસીએલ ના માનનીય મેનેજીંગ ડીરેકટર શ્રી એમ.જે. દવે તથા વિજયભાઈ ડોબરીયા – સદભાવના સેવા ટ્રસ્ટ ની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. વૃક્ષારોપણના કાર્યક્રમ બાદ લોર્ડઝ હોટલ માર્કેટીંગ યાર્ડ ખાતે કા.વા. મુખ્ય ઈજનેર શ્રી એન.આઈ.ઉપાધ્યાય તેમજ અધિક્ષક ઈજનેર શ્રી કે.આર.પરીખ નો ભવ્ય નિવૃતિ વિદાયમાન સમારંભ જીઈબી એન્જીનિયર્સ એસોસીએશન દ્વારા રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમ માં પીજીવીસીએલના માન. મેનેજીંગ ડીરેકટર શ્રી એમ.જે.દવે, જીઈબી એન્જીનિયર્સ એસોસીએશન ના જીબીઆ સેક્રેટરી જનરલ શ્રી બી.એમ.શાહ, વાઈસ પ્રેસીડેન્ટ જેટકો જીબીઆ શ્રી એચ.જી.વઘાસીયા, એજીવીકેએસ – યુનિયનના સિનિ. સેક્રેટરી જનરલ શ્રી બળદેવભાઈ પટેલ, મુખ્ય ઈજનેર શ્રી આર.જે.વાળા, કા.વા. મુખ્ય ઈજનેર શ્રી એન.સી.ઘેલાણી, અધિક મુખ્ય ઈજનેર શ્રી આર.સી.પટેલ, ડેપ્યુટી જનરલ મેનેજર વી.એમ.નિસરતા તથા વિજયભાઈ ડોબરીયા – સદભાવના સેવા ટ્રસ્ટ ની ખાસ ઉપસ્થિતિ રહેલ હતી. “સાયોનારા” શિર્ષક હેઠળ યોજવામાં આવેલ આ સંગીતમય કાર્યક્રમ માં આલાપ મ્યુઝીક ગ્રુપ દ્વારા કર્ણપ્રિય ગીતો રજુ કરવામાં આવેલ હતા. કાર્યક્રમ દરમિયાન BIMS આસ્થા હોસ્પિટલ દ્વારા CPR તથા BLS સારવાર ની તાલીમ આપવામાં આવેલ હતી. કાર્યક્રમ અંતર્ગત સ્વ. ડી.એન.દુધરેજીયા, નાયબ ઈજનેર – અંજાર ના વારસદારો ને તેઓ ના આકસ્મિક મૃત્યુ થી સાંત્વના સ્વરૂપે રૂા. ૨ લાખ નો ચેક જીબીઆ વેલ્ફેર યોજના હેઠળ અપર્ણ કરાયેલ હતો. નજીક ના ભવિષ્યમાં નિવૃત થનાર શ્રી જે.એન.ગોસ્વામી, નાયબ ઈજનેર– દામનગર પેટા વિભાગીય કચેરી ને આ કાર્યક્રમ માં નિવૃતિ સન્માન આપવામાં આવેલ. કાર્યક્રમ – વંદેમાતરમ ના ગાન બાદ સ્વરૂચિ ભોજન થી પુર્ણ થયેલ. કાર્યક્રમ માં એજીવીકેએસ યુનિયન ના એડી. સેક્રેટરી જનરલ શ્રી મહેશભાઈ દેશાણી અને જનરલ સેક્રેટરી પીજીવીસીએલ શ્રી ચેતનસિંહ રાઠોડ ની સાથે જોઈન્ટ પ્રેસીડેન્ટ –જેટકો શ્રી સુરેશભાઈ પટેલ, જનરલ સેક્રેટરી – જેટકો શ્રી હર્ષદભાઈ પટેલ, એડી. જનરલ સેક્રેટરી – જેટકો શ્રી મનિષભાઈ પટેલ ઉપસ્થિત રહેલ હતા. – કા.વા. મુખ્ય ઈજનેર શ્રી એન.આઈ.ઉપાધ્યાય દ્વારા પોતાના વકતવ્યમાં કાર્યકાળ માં મુશ્કેલ પરિસ્થિતિઓમાં હાંસલ કરેલ સિધ્ધિઓ ને યાદ કરવામાં આવેલ હતી. જયારે અધિક્ષક ઈજનેર શ્રી કે.આર.પરીખ દ્વારા પોતાના ફરજકાળ દરમિયાન ના યાદગાર પ્રસંગો નું વર્ણન કરવામાં આવેલ હતું. અધિક્ષક ઈજનેર શ્રી બી.આર.વડાળીયા નિગમિત કચેરી – રાજકોટ, અધિક્ષક ઈજનેર શ્રી જે.એ.ગોસાઈ – ભાવનગર ઝોન અને અધિક્ષક ઈજનેર શ્રી બી.ડી.પરમાર – જુનાગઢ ની પ્રોત્સાહક હાજરીમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઈન. અધિક્ષક ઈજનેર શ્રી પી.જી.પરીખ, કાર્યપાલક ઈજનેર, અમરેલી–૧ શ્રી એસ.એલ.પટેલ, કાર્યપાલક ઈજનેર–ઉના શ્રી જે.સી.રૈયાણી, કા.વા. કાર્યપાલક ઈજનેર – સાવરકુંડલા શ્રી જે.એન.ચૈાધરી તથા જનરલ સેક્રેટરી – પીજીવીસીએલ શ્રી એમ.એમ.કડછા તથા તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/