માત્ર 10 મિનિટમાં આ રીતે ઘરે બનાવો કેળાના ટેસ્ટી-ટેસ્ટી ભજીયા
તમે ક્યારે ખાધા છે કેળાના ભજીયા? કેળાના ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે. કેળાના ભજીયા જૈન લોકો પણ ખાઇ શકે છે. આ કેળાના ભજીયા ટેસ્ટમાં એટલા મસ્ત લાગે છે કે ના પૂછો વાત..તો જાણો કેવી રીતે ઘરે બનાવશો કેળાના ભજીયા..
સામગ્રી
7 નંગ કેળા
ચણાનો લોટ
એક ટુકડો આદુનો
લીલા મરચા
સ્વાદાનુંસાર સિંધાલૂણ
હળદર
સીંગ તેલ
બનાવવાની રીત
- કેળાના ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ કેળાની છાલ નિકાળી લો.
- ત્યારબાદ કેળાની ગોળ અથવા લાંબી ચિપ્સના આકારમાં કટ કરી લો.
- હવે એક વાસણ લો અને એમાં ચણાનો લો.
- આ ચણાના લોટમાં થોડુ-થોડુ પાણી નાંખીને ઘટ્ટ ખીરું તૈયાર કરો.
- આ ખીરામાં મીઠું, હળદર, આદુ, લીલા મરચા અને પાણી ઉમેરો.
- ધ્યાન રહે કે ખીરું ઘટ્ટ રહે. જો ખીરું બહુ પાતળુ થઇ જશે તો ભજીયા ઉતરતા નહિં ફાવે.
- હવે આ ખીરામાં એક ચમચી તેલ નાંખો.
- આ બધી પ્રોસેસ થઇ જાય એટલે એક કડાઇમાં તેલ ગરમ કરવા મુકો.
- તેલ ગરમ થઇ જાય એટલે સમારેલા કેળાને ખીરામાં ઉમેરી લો.
- હવે કેળા સાથે ખીરાને તેલમાં નાંખો.
- ભજીયા બન્ને બાજુથી આછા બ્રાઉન રંગના અને ક્રિસ્પી થાય એટલે એને બહાર કાઢી લો.
- તો તૈયાર છે કાચા કેળાના ભજીયા.
- આ ભજીયાને તમે કેચઅપ સાથે સર્વ કરી શકો છો.
- જો તમે આ ભજીયાને મસાલા દહીં સાથે ખાઓ છો તો પણ મજા પડી જાય છે. જો તમે આ રીતે કેળાના ભજીયા બનાવશો તો જરા પણ ચીકણાં નહિં બને.
- કેળાના ભજીયા તમે બાળકોને ખવડાવો છો તો સ્વાસ્થ્ય માટે ખૂબ સારા સાબિત થાય છે.
Recent Comments