આગામી તહેવારોના સીઝનને ધ્યાને રાખી વિવિધ વિભાગો સાથે મેરેથોન મિટીંગો યોજી લોકોની સુખાકારી તેમજ સર્વાંગી વિકાસ માટે સત્વરે કામો પૂર્ણ કરવા સૂચના આપતા નાયબ મૂખ્ય દંડક કૌશિક વકેરીયા
અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનાસભાના નાયબ મુખ્યદંડક કૌશિક વેકરીયાએ કર્તવ્યમ કાર્યાલય ખાતે સરકારના વિવિધ વિભાગો સાથે એક મેરેથોન બેઠક યોજી અને વિકાસ કાર્યોને વેગ આપવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. સોમવારે માર્ગ મકાન વિભાગ સ્ટેટ, પંચાયત, અમરેલી નગરપાલિકા, શિક્ષણ વિભાગ અને અન્ય સંક્લિન વિભાગો સાથે યોજાયેલી બેઠકમાં વિકાસકામોનો વિગતવારે રિવ્યુ કરવામાં આવ્યો છે. ખાસ કરીને દિવાળીને તહેવારો માથે હોવાથી શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે વિશેષ સૂચના આપવામાં આવી છે. અમરેલી નગરપાલિકાના અધિકારીઓને નાયબ દંડકે રોડ ક્લિયનરન્સ, ધાર્મિક સ્થળોની સાફ સફાઈ અને તહેવારોમાં રોશની કરવાની સૂચના આપી છે. આ ઉપરાંત કચરો યોગ્ય સ્થળે ન ફેંકે તેમના પર શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો અને સર્કલના સમારકામ સાથે રોશની કરી અને તહેવારોમાં અમરેલી નગરને શુશોભિત કરવાનું આયોજન કરવા માટે જણાવાયું છે. નગરપાલિકાના દૂષિત પાણીનો પ્રશ્ન, સાફ સફાઈ બાબતે મુખ્ય માર્ગો તેમજ આંતરિક શેરીઓમાં ડોર ટુ ડોર ઘન કચરા કલેક્શનની વ્યવસ્થા કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
અમરેલી રીંગ રોડના જમીન સંપાદનને લગતા કાર્યો અંગે સમીક્ષા કરી અને બાકી રહેતા કામને સત્વરે પૂર્ણ કરવા માટે ઝડપી પગલાં ભરવા જણાવવામાં આવ્યું છે. અમરેલી નગરની તમામ 11000 સ્ટ્રીટ લાઇટ શરૂ કરવા અને રીપેરીંગ પૂર્ણ કરવા માટે વીજળીક ગતિએ કામ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આંતરિક રસ્તાઓ તેમજ અન્ય માર્ગોની તહેવારો પહેલાં રીપેરીંગની કામગીરી શરૂ કરી અને પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અમરેલી વિધાનસભામાં સ્વચ્છતાના કાર્યોને વેગ આપવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉફરાંત માર્ગ મકાન વિભાગ પંચાયત અને સ્ટેટના તમામ કોન્ટ્રાક્ટરોને પણ આ બેઠકમાં હાજર રાખી અમરેલી-વડિયા-કુંકાવાવના માર્ગોને મોટરેબલ સ્થિતિમાં રાખવા માટે નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાએ સ્પષ્ટ સૂચનાઓ આપી છે. આ અંગે સહેજ પણ કચાશ રાખવામાં ન આવે અને નાગરિકોને કોઈ હાલાકી ન પડે તેવા કામો કરવા માટે સૂચના આપવામાં આવી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આ વિષયમાં નબળા કામો ચલાવી લેવામાં નહીં આવે. ગુણવત્તાયુક્ત કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવાના રહેશે.
એસ.ટી. વિભાગ સાથે યોજાયેલી બેઠકમાં અમરેલી બસ સ્ટેશનના પ્રગતિતળેના કામને સત્વરે પૂર્ણ કરી અને નવો બસ ડેપો લોકાર્પણ થાય તે દિશામાં કામ કરવાની સૂચના આપવામાં આવી છે. અમરેલી-કુંકાવાવ તાલુકામાં ટીડીઓ સાથેની બેઠકમાં સી.સી.ટી.વીના કામ અને જાહેર સલામતીના કાર્યો સત્વરે કરવા માટે ક્યાં કેટલું કામ થયું છે તેની સમીક્ષા કરવામાં આવી છે.
સર્વ શિક્ષા અભિયાન હેઠળ મંજૂર થયેલા નવા ઓરડા અને તેના કેટલા કામ પૂર્ણ થયા અને બાકી કામો ક્યાં સુધીમાં પૂર્ણ થશે તેની વિગતો લઈ નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાએ શિક્ષણ વિભાગને તાકીદે કામ પૂર્ણ કરવા જણાવ્યું છે. અમરેલી માટે અતિ મહત્વાકાંક્ષી અમરેલી-લીલીયા ફોરલેન પ્રોજેક્ટની ખાસ સમીક્ષા કરવામાં આવી છે. જમીન સંપાદન, ગેસલાઈન અને પોલ શિફ્ટીંગની કામગીરીની સમીક્ષા કરી આ કાર્યને ઝડપથી પરિણામ સુધી લઈ જવા જણાવાયું છે. નાયબ દંડકના મતવિસ્તારોમાં આવતા તમામ ગામમાં અને અમરેલી-કુંકાવાવ-વડિયાના અન્ય પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે કૌશિકભાઈ વેકરીયા વિવિધ વિભાગોને તાકીદે કામગીરી કરવા માટે સૂચના-માર્ગદર્શન અને આદેશ આપ્યા છે.
Recent Comments