fbpx
અમરેલી

લાઠી બાબરા અને લીલીયા વિસ્તારમાં ૩૩ કરોડના રોડ રસ્તાઓ મંજુર કરાવી વર્ક ઓડેર ઈશ્યુ કરાવતા ધારાસભ્ય ઠુંમર

સાત વરસથી વધુ સમયના રસ્તાઓ રિકાર્પેટ નો થયા હોય તેવા રાજ્ય અને પંચાયત હસ્તકના તમામ માર્ગો રાજ્ય સરકાર દ્વારા મંજુર કરાતા ગ્રામ્ય વિસ્તારોમાં આનંદની લાગણી પ્રસરી

લાઠી બાબરાના જાગૃત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા બાબરા લાઠી દામનગર અને લીલીયા વિસ્તારના રોડ રસ્તાઓ કે સાત વરસથી  રિકાર્પેટ નો થયા હોય તેવા તમામ જિલ્લા પંચાયત હસ્તક તેમજ રાજ્ય સરકાર હસ્તકના તમામ ગ્રામ્ય વિસ્તારના માર્ગો અને તાલુકાને જોડતા માર્ગની રજુઆત કરવામાં આવતા રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના પ્રધાન અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા મંજુર કરી વર્ક ઓડેર ઈશ્યુ કરવામાં આવતા સમગ્ર પંથકની જનતામાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે   ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા લાઠી બાબરા અને દામનગર વિસ્તારમાં તેમજ લીલીયા તાલુકાના અમુક ગામડાઓ કે જે લાઠી અને દામનગર વિસ્તારને જોડે છે એ તમામ માર્ગો કુલ ૩૪.૬૩ કરોડ ના ખર્ચે બનાવવામાં આવશે જેમાં જિલ્લા પંચાયત હસ્તકના માર્ગો ૧૯.૩૯ કરોડના ખર્ચે બનશે તેમજ રાજ્ય સરકાર હસ્તકના માર્ગો ૧૪.૨૫ કરોડ ના ખર્ચે બનાવવામાં આવશે તેવું ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું  અત્રે ઉલ્લેખનીય છે કે બાબરા લાઠી અને દામનગરમાં વિસ્તારમાં ધારાસભ્ય ઠુંમર દ્વારા છેલ્લા ત્રણ વર્ષના ગાળા દરમિયાન દરેક તાલુકા મથકે દાયકાઓ જુના માર્ગો મંજુર કરાવી કામગીરી પૂર્ણ કરેલ છે ત્યારે હવે બાકી રહેતા તમામ માર્ગો પણ રાજ્ય સરકાર પાસેથી મંજુર કરાવતા હવે આ વિસ્તારના કોઈ માર્ગ બાકી નહિ રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે

Follow Me:

Related Posts