fbpx
અમરેલી

પ્રાકૃતિક કૃષિ પેદાશોના માર્કેટિંગ અને વેચાણ માટે વિવિધ રીત

કુદરતે કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકો સિસ્ટમની રચના કરી છે,  આ કુદરતી વ્યવસ્થા એટલે પ્રાકૃતિક કૃષિ. પ્રાકૃતિક કૃષિમાં કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પ્રાકૃતિક કૃષિ એ ગૌ આધારિત કૃષિ છે. સમગ્ર ગુજરાતમાં જગતના તાત એવાં ખેડૂતો હવે પરંપરાગત કૃષિથી પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધી રહ્યા છે.  એક અંદાજ મુજબ અમરેલી જિલ્લાના ૩૧,૯૮૧ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી ચૂક્યા છે અને ઘર બેઠાં જ પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેત પેદાશનું માર્કેટિંગ કેવી રીતે થાય ? અથવા તો કેવી રીતે કરી શકાય ? જો નહીં ? તો ચલો જાણકારી પ્રાપ્ત કરીએ.

સૌ પ્રથમ તો પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોએ પોતાની પ્રાકૃતિક કૃષિ પેદાશ માટે અને પ્રાકૃતિક કૃષિ માટે સર્ટિફિકેશનની પ્રક્રિયામાંથી પસાર થવાનું છે. માન્યતા પ્રાપ્ત પ્રાકૃતિક કૃષિ પેદાશનું માર્કેટિંગ કરવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ દ્વારા પકવવામાં આવેલ ખેત પેદાશોની ગુણવત્તા સારી હોવાના કારણે બજારમાં તેમના સારા ભાવો મળે છે.પ્રાકૃતિક ખેત ઉત્પાદનના માર્કેટિંગ માટેની વિવિધ રીતો છે. આવો એ વિષયક જાણકારી પ્રાપ્ત કરીએ.

૧) વ્યક્તિગત માર્કેટિંગ

પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે આ રીતે સરળ છે. વ્હોટ્સ એપ અથવા સ્થાનિક ચેલિફોન નેટવર્ક્સ જેવા પ્લેટફોર્મ્સ દ્વારા ગ્રાહક જૂથો બનાવી શકાય છે. એ ગ્રાહકોની માંગ મુજબ પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ સીધા જ ગ્રાહકોને કરી શકાય છે.

૨) નવીન માર્કેટિંગ પ્લેટફોર્મ્સ

પ્રાકૃતિક ખેત પેદાશોના ઉપયોગ માટે ગ્રાહકોને આકર્ષી શકાય છે. સામાન્ય સ્થાનો, રસ્તાની બાજુઓ, ઓફિસો, ટ્રાન્સપોર્ટેશન હબ પર પોર્ટેબલ કેનોપીઝ સેટ કરીને ગ્રાહકોનું ધ્યાન આકર્ષી શકા છે. માર્કેટિંગની આ પદ્ધતિ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતાં પ્રગતિશીલ ખેડૂતો પોતાની પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ વધારી શકે છે.

૩) કેપ્ટિવ આઉટલેટ્સ

જિલ્લા અને બ્લોક હેડક્વાર્ટર, રસ્તાની બાજુઓ વગેરે પર આઉટલેટ્સ સ્થાપવાથી વિવિધ ખેડૂતો અથવા ઉત્પાદક સંગઠનો (FPO) પાસેથી એકત્ર કરાયેલ વધારાની પેદાશો વેચવામાં મદદ મળી શકે છે.

૪) ઓનલાઈન માર્કેટિંગ (ઈ-કોમર્સ)

બજાર વ્યવસ્થામાં ઘણા પરિવર્તન છે. એમેઝોન, ફ્લીપકાર્ટ જેવા વિવિધ પ્લેટફોર્મ્સ ધૂમ મચાવી રહ્યા છે. ઈ-કોમર્સ એક બિઝનેસ તરીકે વિકસ્યું છે. પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો ખેત પેદાશોનું ગ્રાહકોને સીધું માર્કેટિંગ અને વેચાણ કરવા માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ બનાવી શકે છે. પ્રોડક્ટના વેચાણ માટે આ રીત અત્યારના સમયને ધ્યાનમાં રાખીને સૌથી વધુ અનુરુપ છે.

૫) ઓફલાઈન શોપ્સના માધ્યમથી માર્કિટંગ સહ વેચાણ

વ્યૂહાત્મક સ્થળોએ કેનોપીઝ, કેપ્ટિવ આઉટલેટ્સ સાથે દુકાનોનો ઉપયોગ ગ્રાહકો સાથે સીધા જોડાણ માટે મહત્વનો વિકલ્પ સાબિત થઈ શકે છે. ગ્રાહકોને સીધા જ જોડી શકાય છે. માર્કેટિંગની આ રીતની મદદથી પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો ઉત્પાદનની વિશિષ્ટતાને પ્રોત્સાહન આપી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/