દામનગર સાહિત્ય જગત ની શાન મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે “રમોતો જોગી”ના જાણીતા અભિનેતા કિરણ ખોખાણી પધાર્યા
દામનગર સાહિત્ય જગત ની શાન ગણાતી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે ટૂંકી ફિલ્મો ના સર્જક કિરણ ખોખાણી પરિવાર પધાર્યા
સોશ્યલ મીડિયા ની યુટ્યુબ ચેનલ ઉપર રમતો જોગી નામ થી અસંખ્ય માર્મિક ટકોર કરતી ટૂંકી ફિલ્મો બનાવનાર કિરણ ખોખાણી પરિવાર નું સંસ્થા પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા સહિત ના ટ્રસ્ટી ઓ દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું યુટ્યુબ ચેનલ રમતો જોગી થી ખૂબ મોટો ચાહક વર્ગ ઉભો કરનાર કિરણ ખોખાણી એ અત્યાર સુધી માં શિક્ષણ આરોગ્ય પર્યાવરણ સામાજિક સંવાદિતા સામાજિક સંરચના રૂઢિ પરંપરા કુ રિવાજો નાગરિકો ના મૂળભૂત બંધારણીય હક્ક અધિકારો માનવીય સમાનતા બધુંત્વ દહેજ શોષણ અત્યાચાર જેવા વિષયો ઉપર હદયસ્પર્શી ટૂંકી. ફિલ્મો બનાવી લાખો વ્યુવર્સ ધરાવતા કિરણ ખોખાણી પરિવારે દામનગર શહેર ની સાહિત્ય સંસ્થા ની મુલાકાત થી ખૂબ પ્રભાવિત થયા હતા સંસ્થા ની ઝીણવટ ભરી માહિતી મેળવી પુસ્તકો ની સંખ્યા વાંચકો અન્ય સ્પર્ધાત્મક કાર્યક્રમો સહિત ની અવગત કરાયા હતા અને સંસ્થા વિશે એક ટૂંકી ફિલ્મ બનાવવા ની ઈચ્છા દર્શાવી હતી સંસ્થા ના દરેક વિભાગો થી ટ્રસ્ટી શ્રી ઓ એ મહાનુભવો ને અવગત કર્યા હતા અને કિરણ ખોખાણી એ વિઝીટ બુક માં નોંધ કરી જ્ઞાન મંદિર થી ગદગદિત થયા હતા
Recent Comments