fbpx
અમરેલી

ધારી તાલુકાના યુવા આગેવાન અને પત્રકાર અતુલ કાનાણીની અમરેલી જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ પદે વરણી

સંગઠનની કામગીરીના માહેર અતુલ કાનાણીની નિમણુંકને સર્વત્ર આવકારધારી : તા. ૭ ધારીના યુવા આગેવાન અને ભાજપના પાયાના કાર્યકર્તા અતુલભાઈ ભીખુભાઈ કાનાણી ની સંગઠનની કામગીરીને લક્ષ્યમા રાખીને અમરેલી જીલ્લા ભારતિય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ પદે વરણી કરવામા આવેલ છે, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ જીલ્લા ભાજપના સંગઠનની ટીમની જાહેરાત કરેલ હતી જેમા ધારી તાલુકાના યુવા આગેવાન અને પત્રકાર  અતુલ કાનાણીને જીલ્લા ભાજપ ના ઉપાધ્યક્ષ પદે નિમણૂંક આપવામા આવેલ, અતુલ કાનાણી નાનપણથીજ ભાજપના ભગવા રંગે રંગાયેલા છે, અખીલ ભારતિય વિદ્યાર્થી પરિષદના કન્વીનર પદે રહીને કાર્યકર્તા તરીકેની શરૂઆત કરીને ધારી તાલુકા યુવા ભાજપના પ્રમુખ, જીલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ, જીલ્લા યુવા ભાજપના પ્રમુખ, પ્રદેશ યુવા ભાજપના કારોબાર સદસ્ય, ધારી તાલુકા ભાજપના બે ટર્મ સુધી મહામંત્રી, ધારી તાલુકા ભાજપના પ્રમુખ અને અગાઉ બે ટર્મ સુધી જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ પદે કાર્યરત રહીને સંગઠનની કામગીરી સફળતા પૂર્વક કરીને ગ્રામ્યકક્ષાના કાર્યકર્તાઓ સાથે સતત જોડાયેલા  રહીને લોક સંપર્ક જાળવી રાખેલ. ધારી વિસ્તારના અણ ઉકેલ પ્રશ્ર્નોને સરકારમા વારંવાર રજુઆત કરીને ઉકેલવાના પ્રયાસોમા સફળતા મેળવનાર શ્રી અતુલ કાનાણીની અમરેલી જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ પદે થયેલી નિમણૂંકને જીલ્લા ભરના આગેવાનો અને કાર્યકર્તાઓએ આવકારીને અભિનંદન પાઠવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/