fbpx
અમરેલી

તાજેતરમાં ગુજરાત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૧ અંતર્ગત નગરપાલિકા અમરેલી દ્વારા વિદ્યાસભા શૈક્ષણિક સંકુલ કેમ્પસને સ્વચ્છ રેન્કીંગમાં ” A ” લેવલનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યુ

વિદ્યાસભા એ સમગ્ર અમરેલી જિલ્લાનું વિશાળ સ્કૂલ કેમ્પસ છે . શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક શાળા , માધ્યમિક શાળા , ઉચ્ચતર માધ્યમિક શાળા , શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માધ્યમિક શાળા તેમજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક , માધ્યમિક , ઉચ્ચતર માધ્યમિક અંગ્રેજી માધ્યમ શાળાઓ કેમ્પસમાં કાર્યરત છે . સાથે સાથે નર્સરી – પ્લેગ્રાઉન્ડ અને બાલમંદિર પણ કાર્યરત છે . તેમજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટ્સ સંકુલ પણ કાર્યરત છે . કેમ્પસમાં ૧૪૦૦ વિદ્યાર્થીઓને રહેવા માટે ૩ – બોયઝ હોસ્ટેલ પણ કાર્યરત છે . સાથે સાથે ૫૫૦ દિકરીઓને રહેવાની ૪ હોસ્ટેલનો પણ સમાવેશ થાય છે . કેમ્પસમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા એન્જિનીયરીંગ કોલેજ પણ હાલ કાર્યરત છે . તાજેતરમાં ગુજરાત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૧ અંતર્ગત નગરપાલિકા અમરેલી દ્વારા વિદ્યાસભા શૈક્ષણિક સંકુલ કેમ્પસને સ્વચ્છ રેન્કીંગમાં ” A ” લેવલનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યુ છે . વાસ્તવિક શાળાઓ કાર્યરત હોય છે ત્યારે કેમ્પસમાં રોજ ૩૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓની અવરજવર રહેતી હોય છે . ચાલુ વર્ષ કોરોના મહામારીના કારણે ભારત સરકારની અનલોકની ગાઈડલાઈન અંતર્ગત કેમ્પસમાં શિક્ષણ કાર્ય બંધ હોય તેમ છતાં સંસ્થાની બિલ્ડીંગ અને સમગ્ર કેમ્પસ સ્વચ્છતા રેન્કમાં ” A ” ગ્રેડ મેળવે જે ખરેખર અભિનંદનને પાત્ર છે . સંસ્થાના ચોથા વર્ગના કર્મચારીઓને સંસ્થાના માન . પ્રમુખશ્રી વસંતભાઈ ગજેરાએ ખાસ અભિનંદન પાઠવ્યા .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/