fbpx
અમરેલી

અમરેલી શહેર સહિત જિલ્લામાં કમોસમી વરસાદી માહોલ. રાજુલા માં 22 મી.મી વરસાદ. ખેડૂતને રવીપાકમાં પણ નુકશાનીની ભીતિ

વર્ષ 2020 જતા જતા પણ પોતાનો રંગ બતાવતો જાય છે. વર્ષ 2020નું વર્ષ ભારતીય ઇતિહાસની તવારીખમાં ચોક્કસ લખાશે. આ વર્ષે ચોમાસામાં ભારે અતિવૃષ્ટિ થઈ, લીલો દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થયેલું. ખેડૂતોનો લાખો રૂપિયાની નુકશાની સહન કરવી પડેલી. ત્યારે ખેડૂતો શિયાળુ રવિ પાક સારો રહે એવી આશાઓ સાથે ઘઉં, ચણા, જીરું, કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરેલું. છેલ્લા બે દિવસથી દરિયામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે અમરેલી શહેર સહિત રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂત શિયાળુ રવીપાકમાં પણ નુક્શાની થશે તે અંગે ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં રાજુલામાં 22 મી.મી., સાવરકુંડલામાં 9 મી.મી. વરસાદ નોંધાયો છે. આજે વહેલી સવારથી અમરેલી શહેરમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પણ અમરેલી શહેરમાં ઝરમર વરસાદ ચાલુ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે

Follow Me:

Related Posts