fbpx
અમરેલી

ડાયનેમિક ગૃપ દ્વારા સરદાર પટેલની ૭૦ મી પૂણ્યતિથિ પર ભાવવંદના કરવામાં આવી

સરદાર સાહેબના માત્ર વિચારો જ નહી ; પરંતુ લોખંડી મનોબળ ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલ ખૂદ એક અણમોલ વિભૂતી હતા – હરેશ બાવીશી . ભારત નિર્માણ તથા ભારતમાં એકતા અને અખંડિતતાનો પાયો નાખનાર આધુનિક તથા એકભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલે ૧૫ મી ડીસેમ્બર ૧૯૫૦ માં ચિરવિદાય લીધી એના સાત – સાત દાયકા પછી પણ દેશ અને દુનિયા ભૂલી નથી , શકી ત્યારે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૭૦ મી પૂણ્યતિથી પર અમરેલીની સંસ્થા ડાયનેમિક ગૃપ ઓફ ડાયનેમિક પર્સનાલિટિઝ – અમરેલીના પ્રમુખ હરેશ બાવીશીના માર્ગદર્શન હેઠળ અમરેલીના આગેવાનોની ઉપસ્થિતીમાં સરદાર સાહેબના સ્ટેચ્યને ફુલહાર કરીને ભાવવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીશી , લેઉવા પટેલ સમાજના ઉપપ્રમુખ નિમેષભાઈ બાંભરોલીયા , ક્રિએટીવ સંકુલ – રાજકોટના સંચાલક ઉમેષભાઈ ડોબરીયા , લાયન્સ કલબ મેઈનના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ તળાવિયા વિ.એ. ફુલહાર કરીને ભાવવંદના કરી હતી , આ તકે ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીશીએ જણાવ્યું હતુ કે સરદાર સાહેબ કદી ન વિસરી શકાય એવું અણમોલ વ્યકિતત્વ ધરાવતા હતા ત્યારે આજના વર્તમાન સમયે સેવા , નિષ્ઠા , નિસ્પૃહતા , નીડરતા તથા પારદર્શકતા જેવા સરદાર સાહેબના સદગુણોનું સંસ્મરણ કરીને અમલમાં મુકાય એજ મારી સાચી શ્રધ્ધાંજલી લેખાય .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/