fbpx
અમરેલી

સરકાર શ્રીના મહેસુલ વિભાગ દ્વારા ઓનલાઈન ખાતેદાર પ્રમાણપત્ર આપવવા માંગ કર્તા ધારાસભ્ય પ્રતાપ દુધાત

આજ રોજ ધારાસભ્ય ગાંધીનગર ખાતે રૂબરૂ માં સચિવાલય કેમ્પસ માં ખેડૂતોને પોતે ખેડૂત ખાતેદાર હોવાનું પ્રમાણપત્ર માં વિસંગતા અને પ્રમાણપત્ર નહી મળતા હોવા ની ઘણીવાર પોતાના મતવિસ્તાર માંથી ફરિયાદો આવતી હોય છે, જેમને ધ્યાને લઈને સરકારશ્રીની મહેસુલ વિભાગ દ્વારા IORA ઓનલાઈન સીસ્ટમ ઉભી કરવામાં આવેલ છે. જે અંતર્ગત ખેડૂત અરજદાર ખેડૂત પ્રમાણપત્ર પ્રાંત કચેરી ખાતે જાય છે. ત્યારે આ સદર સોફ્ટવેર માં જણાવ્યા પ્રમાણે ખાતેદાર સને ૧૯૫૩-૧૯૫૮ ના સમયમાં વેચાણથી ખાતેદાર થયેલ હોય તેઓ દ્વારા ખેડૂત ખાતેદાર દ્વારા માગણી કરવામાં આવતી હોય તેમ છતાં તેઓને IORA સોફટવેર માં રહેલ વિસંગતા ના કારણે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવી શકતા નથી. જેથી કઈ તારીખ અને વર્ષ થી કઈ તારીખ અને વર્ષ સુધીમાં ખેડૂતો વેચાણથી અથવા તો અન્ય રીતે જમીન ધારણ કરતા હોય, તેવા ખેડૂત ખાતેદારોને પ્રમાણપત્ર આપી શકાય. તે બાબતે મહેસુલ વિભાગ પાસેથી માહિતી માંગવામાં આવેલ છે અને આ સોફ્ટવેર માં રાજ્યના ખેડૂતોના હિત ને ધ્યાને લઈને ખેડૂત ખાતેદાર ખરાઈ અંગેના પ્રશ્ને સત્વરે સુધારો કરવા માટે મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ ને પત્ર રજૂઆત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

Follow Me:

Related Posts