સાવરકુંડલા ની પોસ્ટ ઓફીસ ખાતે કોરોનાં વાયરસ ની ગાઈડ લાઈન ભંગ

સાવરકુંડલા ની પોસ્ટ ઓફીસ ખાતે કોરોનાં વાયરસ ની ગાઈડ લાઈન ભંગ.- અધિકારીઓ ચેમ્બર માં અને પબ્લિક ના ટોળે ટોળે બહાર એકઠા કરાઈ રહ્યા છે.- સોશ્યલ ડિસ્ટન્ટ ન રાખવાથી અરજદારો માં કોરોનાં નો ભય.
સાવરકુંડલા પોસ્ટ ઓફીસ ના કર્મચારીઓ દ્વારા પોસ્ટ ઓફીસ ની બહાર અરજદારો ને એકઠા કરી ને એક પછી એક બોલાવાનો ખોટો નિયમ ઉભો કરી મોટી સંખ્યામાં અરજદારો એકઠા કરવામાં આવી રહ્યા છે. સાવરકુંડલા પોસ્ટ ઓફીસ ખાતે સેનીટાઈઝર ની વ્યવસ્થા પણ રાખવામાં આવી નથી તથા સોશ્યલ ડિસ્ટન્ટ રાખવાના ના નિયમ નો પણ ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે ત્યારે અહીં આવતા અરજદારો માં કોરોનાં વાયરસ ફેલાવાનો ભય સતાવી રહ્યો છે.
Recent Comments