fbpx
અમરેલી

અમરેલીમાં કોરોના વધુ 6 કેસ નોંધાયા, જિલ્લામાં હજુ 120 દર્દીઓ સારવાર હેઠળ, કુલ કેસની સંખ્યા 3467 પર

અમરેલી જિલ્લામાં ધીરે ધીરે કાબુમાં આવતો જાય છે. પોઝિટિવ કેસોમાં સતત થઈ રહેલો ઘટાડો, સારવાર લઈ રહેલ દર્દીઓમાં હવે ઊંઘી ચાલ આંક 100 તરફ. આજે સતત પાંચમા દિવસે પણ ફક્ત 6 પોઝિટિવ કેસ નોંધાયા સામે 16 કેસો ડિસ્ચાર્જ.

સતત પાંચમા દિવસે ફક્ત 6 પોઝટિવ કેસ નોંધાયા સામે 16 ડિસ્ચાર્જ. યાદ રહે અત્યારે માસ્ક જ એકમાત્ર વેકસીન. અમરેલી જિલ્લામાં હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવતો જાય છે. આજે સતત પાંચમા દિવસે દસથી ઓછા ફક્ત 6 પોઝિટિવ કેસ નોંધાયા તો સામે રિકવરી રેટ સારો હોવાથી આજે 16 દર્દીઓ ડિસ્ચાર્જ થતા હવે ઊંઘી ચાલ ચાલી સારવાર લઈ રહેલા દર્દીઓનો કુલ સંખ્યા 100 તરફ પ્રયાણ. તંત્ર દ્વારા કોરોના સંક્રમણને કાબુ માં લેવા સતત પ્રયત્નો કરી રહ્યું છે તેમાં લોકો અત્યારે માસ્ક પહેરીને સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન કરીને સહકાર આપવા અપીલ છે. યાદ રહે અત્યારે માસ્ક જ એકમાત્ર વેકસીન છે. આજ તા. 20 ડિસેમ્બર ના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 120 દર્દીઓ છે. આજે 16 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 40 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3467 પર પહોંચ્યો.

Follow Me:

Related Posts