રાજુલાના મુસ્લિમ સમાજના યુવાન એવા શાહરૂખ પઠાણે MBBS ડિગ્રી પ્રાપ્ત કરી મુસ્લિમ સમાજનુ ગૌરવ વધાર્યું
કહેવાય છે ને મન સાથે મહેનત અને સંઘર્ષ કરનાર વ્યક્તિ સામે દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ હોય કે પરીક્ષા તેમાં તેઓ ખરા ઉતરે છે આ વાતને રાજુલાના મુસ્લિમ યુવાન એવા શાહરૂખ પઠાણે સાબિત કરી બતાવ્યુંશાહરૂખભાઈના પિતા કે જેવોની માનવતા મહાન છે તેવા હારૂનભાઈ પઠાણ કે જેવો હાલ એડવોકેટ છે અને પોતે પણ શાકમાર્કેટમાં શાકભાજી વહેચતા વેચતા પરિશ્રમ કરી વકીલ બનીયા હતા ત્યારે તેમના બન્ને દિકરા એક MBBS ડો.અને બિજો દિકરો ફામઁસી બનતા અભિનંદન ધોધ વરસી રહ્યો છે.હારૂનભાઈ આશરે 14 વષઁથી વકીલાત કરે છે આજ દિવસ સુધી વકીલ મંડળમાં માનવતા વાદી માણસ નો કોઈ હરીફ નહી હોય તેમજ તેમના નાનાભાઈ ટેઈલર કામ કરે છે બંને ભાઈ સારા સરળ સ્વભાવના છે હારૂનભાઈનો મોટો દીકરો શાહરૂખ અને નાનો દીકરો નદીમ બન્ને દીકરાઓ ભણવા બાબતે કંઇક બીજા કરતા અલગ જ છે હારુનભાઈએ એમના મોટા દીકરાને પેટેપાટા બાંધીને ચીન અભ્યાસ માટે મોકલ્યો હતો ત્યાં પાંચ વષઁની ફી ભરવાના પૈસા ન હતા ત્યારે તેમને સમાજ કલ્યાણમાં વિદેશ અભ્યાસ લોન મૂકી પણ સમય સંજોગોના અભાવે લોનનુ તો ના થયુ પણ કુદરતની મદદથી તેમના વકીલ મંડળના લોકોએ તેમજ ગામના અમુક લોકોએ હારુનભાઈને સહકાર આપ્યો અને એમનું કામ થય ગયુ આજે તેમનો એક દીકરો MBBS થઈ ગયો છે અને સાથોસાથ નાનો દીકરો ફાર્મસી બની ગયો છે.કહેવાય છે ને કે ઉપર વાળો આપેને ત્યારે કોઈ હીસાબના હોય એ સાચું છે હારુનભાઈની મહેનત અને ઈમાનદાર તરીકેની છાપ કે પોતાએ બન્ને દીકરાઓને ભણાવી ડીગ્રી મેળવીને સમગ્ર મુસ્લિમ સમાજ તેમજ રાજુલા શહેરનું નામ રોશન કર્યું છે
Recent Comments