અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજની મુલાકાત લેતા રાજકીય આગેવાનો
અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજની મુલાકાત લેતા રાજકીય આગેવાનો શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ, અમરેલીની મુલાકાત લેતા સાંસદ નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય જે.વી. કાકડીયા, ટ્રસ્ટના એકતાબેન ટ્રસ્ટી દ્વારા મહાનુભાવોનું અદકેરૂ સ્વાગત કરાયું. શાંતાબા મેડિકલ અને જનરલ હોસ્પિટલ, સેવાન્વીત કાર્યોને લોકાભિમુખતા પ્રદાન કરી રહી છે. જેનો ગૌરવ વ્યકત કરતા વસંતભાઈ ગજેરાએ જણાવ્યું કે, સાંસદ, ધારાસભ્યની અવિરત મુલાકાત દ્વારા હોસ્પિટલના કાર્યોને વધુ વેગવંતતા પ્રદાન થઈ છે. સેવાન્વીત કાર્યોને અમરેલી જિલ્લાના છેવાડાના ગામોના જરૂરિયાત મંદ વ્યકિતઓસુધીમાં હોસ્પિટલની સેવાઓ પહોંચાડી શકવામાં અમો સફળતા પ્રાપ્ત કરી છે જેનો સમગ્ર શ્રેય રાજસ્વી મહાનુભાવોની અમોને મળેલ નિશ્રાને આભારી છે.
Recent Comments