fbpx
અમરેલી

આવતીકાલે તા. ૨૫ ના અમરેલીના દરેક તાલુકા મથકે સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમો યોજાશે

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપાઈના જન્મ દિવસને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪ થી સુશાસન દિવસ (ગુડ ગવર્નસ ડે) તરીકે ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે તા. ૨૫/૧૨/૨૦૨૦ ના રોજ રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના કાર્યક્રમ અંતર્ગત યોજનાઓના લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણ કરવાના કાર્યક્રમો અમરેલી જિલ્લાના દરેક તાલુકા મથકે યોજાનાર છે.

સમગ્ર અમરેલી જિલ્લાના તાલુકા મથક ખાતે યોજાનાર કાર્યક્રમોમાં અમરેલી જિલ્લાના પ્રભારી અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા નવા તાલીમ ખેડૂત તાલીમ કેન્દ્ર અમરેલી ખાતે, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા એપીએમસી સાવરકુંડલા ખાતે, એન.સી.યુ.આઈ.ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સરકારી કમલસિંહ હાઇસ્કુલ ગ્રાઉન્ડ બાબરા ખાતે, પૂર્વ મંત્રી શ્રી વી. વી. વઘાસિયા ધારી એપીએમસી ખાતે, ધારાસભ્યશ્રી જે. વી. કાકડિયા એપીએમસી બગસરા ખાતે, પૂર્વ ધારાસભ્ય શ્રી મનસુખભાઇ ભુવા પ્રજાપતિ સમાજની વાડી ખાંભા ખાતે, પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રફુલ ભાઈ પાનસુરીયા એપીએમસી લીલીયા ખાતે, પૂર્વ ધારાસભ્ય શ્રી હિરાભાઇ સોલંકી એપીએમસી રાજુલા ખાતે, પૂર્વ ધારાસભ્ય શ્રી જનકભાઈ બગદાણા એપીએમસી ટીંબી ખાતે, પૂર્વ મંત્રી શ્રી બાવકુભાઈ ઉંધાડ બીઆરસી ભવન મેદાન કુંકાવાવ ખાતે અને પૂર્વ ધારાસભ્ય શ્રી વલ્લભભાઈ કાકડીયા એપીએમસી લાઠી ખાતે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમોમાં લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.

સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત ચાલુ વર્ષે સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા લાભાર્થીઓને નિદર્શન કિટમાં ૭૫ % સહાયની યોજના, કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મિડિયમ સાઈઝના ગુડ્ઝ કેરેજ વાહનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની કિસાન પરિવહન યોજના, ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણ કરવાની વિનામૂલ્યે છત્રી/ શેડ કવર પુરા પાડવાની યોજના, ખેડૂતોને પાક સંગ્રહ બનાવવા માટે સહાય આપવાની મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના, સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત યોજનાઓના લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણ તેમજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન હેઠળ પ્રધાનમંત્રી શ્રી દ્વારા બટન દબાવીને આશરે ૯ કરોડ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સુધી આશરે રૂ. ૧૮ હજાર કરોડની રકમ ખેડૂતોને આપવામાં આવશે. ખેડૂત લાભાર્થીઓને સહાય વિતરણનો કાર્યક્રમ રાજ્યના તમામ જિલ્લાઓ સહિત દરેક તાલુકામાં તા. ૨૫/૧૨/૨૦૨૦ ના રોજ સવારના ૧૧ થી બપોરના ૨ કલાક સુધી રાખવામાં આવેલ છે

Follow Me:

Related Posts