fbpx
અમરેલી

ઘરવિહોણા લોકોને આધુનિક શેલ્ટર હોમનો ઉપયોગ કરવા અનુરોધ

કોઈપણ વ્યક્તિ ખુલ્લામાં સૂતું જોવા મળે તો તંત્રને ૯૪૨૭૯ ૬૫૬૧૯ તથા ૯૪૨૭૨ ૭૫૧૧૨ ઉપર જાણ કરો

નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન અને અમરેલી નગરપાલિકાનાં સંયુક્ત પ્રયાસોથી અમરેલી શહેરમાં સાવરકુંડલા રોડ, રેલ્વે કોસીંગ પછી વોટરવર્કસની બાજુમાં રૈન બસેરાનાં આધુનિક તમામ સવલત સાથેનાં બિલ્ડીંગ બાંધવામાં આવેલ છે. આ રૈન બસેરા એટલે કે, શેલ્ટર હાઉસમાં અમરેલી શહેરનાં કોઈપણ ઘર વિહોણા લોકો, દિવસ-રાત્રિના સમયે દુકાનોનાં ઓટલે, મંદિર- મસ્જિદનાં ઓટલે, સાર્વજનિક ખુલ્લી જગ્યામાં, કોઈપણ પ્રકારનાં છાપરાં વગરનાં રહેઠાંણમાં રહેતાં સુતા લોકોને આ શેલ્ટર હાઉસમાં રહેવાની અધતન સુવિધા ઉભી કરેલ છે. આ રૈન બસેરા (શેલ્ટર હાઉસ) માં મહિલાઓ, પુરૂષો, કુમારીકાઓ, બાળકો, દિવ્યાંગજનો તમામ માટે આધુનિક સુવિધા જેવી કે, પીવાનાં સ્વચ્છ પાણી, ટોઈલેટની સુવિધા, લાઈટની સુવિધા વિગેરે તમામ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવેલ છે. ટાઢ-તડકો વરસાદ જેવી ઋતુમાં-ખુલ્લાં આકાશ નીચે રહેતાં લોકોને આ જાહેર સુચનાથી જણાવવામાં આવે છે કે, અમરેલી નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ આ રૈન બસેરા (શેલ્ટર હાઉસ) માં ૨૪-કલાક માટે રહેવાની સુવિધા ઉભી કરેલ છે અને તેથી રૈન  બસેરાનાં રહેવા માટે મહત્તમ લાભ આ પ્રકારનાં લોકો મેળવે તેવા જાહેર આહવાન કરવામાં આવે છે. આ સ્થળે આ પ્રકારનાં લોકો ગમે તેટલાં સમય માટે રહી શકશે અને પોતાનું આરોગ્યનું રક્ષણ કરી શકશે.

બહારગામથી કોઈપણ કામ સબબ આાવતાં નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેડુતો/શ્રમયોગીઓ-પ્રવાસીઓ માટે પણ રાતવાસો કરવા, દિવસનાં રહેવા માટે શેલ્ટર હાઉસ ૨૪-કલાક-રાત-દિવસ ખુલ્લાં રાખવામા આવે છે. બહારગામથી શૈક્ષણિક કામ સબબ, પરીક્ષાનાં કામ સબબ કોઈપણ વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીને રાત અથવા દિવસે આ સ્થળે આશ્રયની જરૂરીયાત હોય તો તેઓ રોકાઈ શકશે અને આ બિડીંગનાં લાભ વિનામુલ્યે ૨૪-કલાક મેળવી શકશે. આપની આજુબાજુમાં કોઈપણ વ્યક્તિ ખુલ્લામાં સુતા જોવા મળે તો અમરેલી નગરપાલિકાના મો. નં. ૯૪૨૭૯ ૬૫૬૧૯ તથા ૯૪૨૭૨ ૭૫૧૧૨ ઉપર સંપર્ક સાધવા જણાવવામાં આવે છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/